તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શોકનો માહોલ:અંતિસરમાં ડૂબેલા 3 કીશોરની અંતિમવિધિ કરાઇ

કપડવંજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બકરા ચરાવવા ગયેલા કિશોરો ગરમી હોવાથી તળાવમાં નાહવા ઉતર્યા હતા

કપડવંજ તાલુકાના અંતિસર ગામે ગતરોજ તળાવકિનારે બકરા ચરાવવા ગયેલા ત્રણ કિશોરના નાહવા જતા ડૂબી જવાથી મોત થયા હતા. આ અરેરાટીભરી ઘટનાને પગલે ગામમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. જોકે આ બનાવના સંદર્ભે મરનાર ૩ કિશોરના પરિવારજનોએ પોલીસમાં જાણ કરવાની ફરજ હોવા છતાં જાણ ના કરતા ત્રણ ઈસમો સામે રૂરલ પોલીસ મથકમાં એનસી દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ગત તા. 15-6-21 ના રોજ કપડવંજ તાલુકાના અંતિસર ગામના રાવળવાસ ના બે અને ઠાકોરવાસમાં રહેતો એક કીશોર બપોરના સમયે બકરા ચરાવવા માટે ગામના સીમાડે આવેલ તળાવ પાસે ગયા હતા દરમિયાન ગરમી વધારે હોવાથી કિશોરો તળાવમાં નાહવા ઉતર્યા હતા જો કે તળાવનું પાણી ઊંડુ હોવાથી ત્રણે કિશોર ડૂબી જતાં ત્રણના મોત નીપજયા હતા આ બનાવ સંદર્ભે મરના 3 કિશોરના પરિવારજનોએ પોલીસમાં જાણ કરવાની ફરજ હોવા છતાં બનાવની જાણ નહી કરી ત્રણેય બાળકોની લાશની અંતિમવિધિ કરી દેતા જેસીંગભાઇ ઉફૅ જેહાભાઈ પરમાર રહે પાણીની ટાંકી પાસે મુ અંતિસર તાલુકો કપડવંજ, રંગીતભાઈ ઉફૅ રણજીતભાઈ પરમાર તથા રમણભાઈ રાવળ રહે પાણીની ટાંકી પાસે અંતીસર તાલુકો કપડવંજ સામે આઈપીસી 176 મુજબ ગુનો દાખલ કરેલ છે. બનાવની તપાસ વુમન હેડ કોન્સ્ટેબલ કંકુબેન ઠાકોર તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...