તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:દસ ગામમાં વારંવાર ટ્રિપિંગથી વીજ ઉપકરણોને ભારે નુકશાન, સમસ્યાનો ઉકેલ ન આવે તો આંદોલન

કપડવંજ11 દિવસ પહેલા
 • કૉપી લિંક

કપડવંજ તાલુકાના દાણા આસપાસના દશ ગામોમાં વારંવાર વીજ લાઇન ટ્રીપ થતાં ખેડૂતોને ભારે હાલાકી પડી રહી છે. તો પરિક્ષાના સમયમાં જ વીજળી ડૂલ થવાના પગલે છાત્રોને ભણવામાં હાલાકી પડી રહી છે. જો આ સમસ્યાનું તાકીદે નિરાકરણ નહિં આવે તો આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. કપડવંજ તાલુકાના દાણા અને આસપાસના ગામોને ખેતીવાડી માટે આપવામાં આવતી વીજળી તેમજ 24 કલાક આપવામાં આવતી વીજળીમાં વારંવાર ટ્રિપીગ આવે છે. જેથી કરીને કુવાની મોટરો, ગામમાં ફ્રીજ, ટીવી તેમજ અન્ય વીજઉપકરણો બળી જાય છે. ​​​​​​પરીક્ષાના સમયે વારંવાર લાઈટ જવાથી વિદ્યાર્થીઓને ભણવામાં મુશ્કેલી પડે છે.

આ અંગે દાણા ગામના હાર્દિક પટેલના જણાવ્યા મુજબ, આ વીજળીની લાઇન આંબલીયારા, મીરાપુર, અંકલાઈ, ગાડીયારા, તંથડી, વાસણા, દાણા, મીરાપુરા વેણીપુરા, મહમદપુરા જેવા 10 ગામોને આતરસુંબા સબ સ્ટેશનમાંથી સપ્લાય આપવામાં આવે છે જેથી કરીને કઠલાલ અને કપડવંજ વચ્ચેના ગામોમાં ફોલ્ટ આવે તો ઓફિસ તરફથી ફોલ્ટ અંગે કોઈ જવાબદારી લેવા તૈયાર થતું નથી પરંતુ સદરપુર લાઈન અનારા થી ઉપરોક્ત જણાવેલ ગામોને સપ્લાય કરવામાં આવે તો કોઈ તકલીફ ઉભી થાય તેમ નથી અથવા તો આંતરસુબાને બદલે કપડવંજ થી સીધી લીટીમાં સપ્લાય મળે તો સમય શક્તિનો વ્યય થાય નહીં અને ખેડૂતોને તથા વિદ્યાર્થીઓને અભ્યાસમાં તકલીફ પડે નહીં આ અગાઉ રજૂઆતો કરવા છતાં પણ પરિણામ મળ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો