તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ખેતરમાં શેઢો પાડવા બાબતે કાકા-ભત્રીજા વચ્ચે મારામારી

કપડવંજ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાકા પર જીવલેણ હુમલો કરતા ગંભીર ઇજા થવા પામી

કપડવંજમાં કૃપાજીના મુવાડા ગામમાં રહેતા લક્ષ્મણભાઈ ઝાલા અને તેમના ભત્રીજા વચ્ચે ખેતરમાં શેઢો પાડવા બાબતે મારામારી થઈ હતી. આ અંગે ફરિયાદી લક્ષ્મણભાઈ જણાવ્યું હતું કે, તેઓ તેમની પત્ની શારદાબેન સાથે ખેતરમાં ગયા હતા, ત્યારે ગામના ટીનાભાઈ ટ્રેક્ટર લઈને આવ્યાં જેમની પાસે લક્ષ્મણભાઈ તેમનું ખેતર ખેડાવતા હતા. આ વાતની જાણ થતાં તેમનો ભત્રીજો કરણસિંહ ઝાલા હાથમાં ધારીયુ લઈને આવ્યો હતો અને મારા ખેતરમાં શેઢો કેમ ખેડાવ્યો કહીને લક્ષ્મણભાઈ પર ધારીયાથી હુમલો કર્યો હતો.

જેમાં તેમને જમણા હાથના કાંડા પર ગંભીર ઈજા પહોંચી હતી. બૂમાબૂમ થતાં તેમની પત્ની શારદા અને ટ્રેક્ટરવાળા ટીનાભાઈ ત્યાં આવી પહોચ્યાં હતા. બધાને જોઈને કરણસિંહ ધારીયું લઈને જતો રહ્યો પરંતુ જતાં-જતાં તેણે લક્ષ્મણભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ ઘટનામાં લક્ષ્ણભાઈને હાથમાં ગંભીર ઈજા થતાં તેમને સારવાર હેઠળ સરકારી હૉસ્પિટલમાં ખસેડાયા હતા. આમ, કાકા-ભત્રીજા વચ્ચે જમીનને ખેડવાની બાબતે થયેલા ઝઘડામાં ભત્રીજાએ પિતા સમાન કાકા પર જીવલેણ હુમલો કર્યો હતો. જેની ફરિયાદ કપડવંજ પોલીસ રૂરલ પોલીસમાં નોંધાઈ હતી. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...