હાલાકી:દહીયપમાં પાણીનો નિકાલ નહીં થતાં લોકોના ઘરોમાં પાણી ઘૂસવાની ભીતિ

કપડવંજ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પુરાણ કરી પાણીના નિકાલનો રસ્તો બંધ કરી દેવાતા હાલાકી

કપડવંજ તાલુકાના દહીયપમાં દેવીપુજકોના 12 ઘરો અને દલિત ભાઈઓના 40 ઘરો તેમજ અન્ય ઘરોની આજુબાજુ વરસાદી પાણી ભરાતા અને તેનો નિકાલ ન થતા આગામી દિવસોમાં વધુ વરસાદ પડે તો વરસાદનું પાણી ઘરોમાં ઘૂસી જાય અને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. આ અંગે દહીયપના બાબુભાઈ ચુનારા અને દિનેશભાઈ વણકરના જણાવ્યા પ્રમાણે પ્રાથમિક શાળાની બાજુમાં આવેલી જમીન માલિકીની હોય વેચાણ કરતા એ જમીન વેચાણ રાખનારે ગામની સીમમાંથી અને ગામમાંથી ચોમાસાના વરસાદી પાણીનો જે આદિ-અનાદિ સમયથી વહી જતું તે વરસાદી પાણીનો અટકાવ કરેલ છે.

દહીયપ ગામમાં પ્રથમ વખત કપડવજથી દહીયપ આવવા જવાનો રસ્તો બનેલ હોય ત્યારે તે વરસાદના પાણીનો નિકાલ કરવા ગરનાળુ નાખવામાં આવેલ ગરનાળાને પણ પૂરી દેવામાં આવ્યું છે. વરસાદી પાણીનો નિકાલ કરવામાં નહીં આવે તો ભયંકર નુકસાન થાય તેમ છે તેમજ દહીયપ ગામ પેસતા જે નીશાળની બાજુમાંની પશ્ચિમ દિશાએ સદર જમીન વેચાણ રાખી વેચાણ રાખનાર વ્યક્તિઓએ માટીપુરાણ કરી વરસાદી પાણીનો નિકાલ હતો તે સદંતર બંધ કરી દેવામાં આવેલ છે.

હાલ આ જમીન પર બાંધકામ કરવામાં આવી રહ્યું છે હાલ વરસાદી પાણીનો નિકાલ અટકી ગયેલ છે. જો વહેલી તકે તેનો યોગ્ય નિકાલ નહી કરવામાં આવે તો નાછૂટકે અમારે તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરી આગળ ભૂખ હડતાલ દ્વારા જન આંદોલન કરીશુ તેવી ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...