તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોડની સમસ્યા:કપડવંજ- આતરસુંબા રોડ ઉપર ઘીસીઓ પડતાં અકસ્માતનો ભય

કપડવંજ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અગાઉ પણ આ માર્ગ ઉપર ઘણા અકસ્માતો સર્જાયા છે

કપડવંજથી પાટનગર ગાંધીનગર વાયા આતરસુંબા રોડ પર કપડવંજથી જલોયા રોડમાં માર્ગ ઉપર ઘીસીઓ ઉપસી આવતા ખાસ કરીને દ્વિચક્રી વાહનોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ડામરના રોડ માં જાણે ડિઝાઇન દોરી હોય અને નવા પ્રકારનો રોડ તૈયાર કર્યો હોય તેવો ઘાટ દેખાઈ રહ્યો છે.આ બાબતે સંબંધિત તંત્ર અને મૌખિક અને લેખિત રજૂઆત કરવા છતાં કંઈ પરિણામ મળતું નથી કપડવજથી આતરસુંબા રોડ ઉપર જલોયા પાટીયા સુધી અંદાજે સાતેક કિલોમીટરના રસ્તા ઉપર ઠેરઠેર ઘીસીઓ પડી જવાના કારણે વાહનો એક તરફ ખેંચાઈ જાય છે.

આ અંગે નવાગામના અગ્રણી કિરીટભાઈ મનુભાઇ પટેલે જણાવ્યું હતું કે આ રોડ ઉપર ખાસ કરીને દ્વિચક્રી વાહનોની દશા કફોડી બને છે. કોઈ દ્ધીચક્રી વાહન ઉપર વાહન ચાલક આ રસ્તા ઉપરથી પસાર થાય અને પોતાનું વાહન ખેંચાઈ જાય તે સમયે સામેથી અથવા પાછળથી કોઈ વાહન આવતું હોય તે સમયે અકસ્માત થવાની શક્યતાઓ વધી જાય છે. આ રસ્તા ના મરામતની કામગીરી હાથ ધરાય તે ખુબ જરૂરી બની છે.

અન્ય સમાચારો પણ છે...