તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:જોરપુરામાં દૂધ મંડળીના સેક્રેટરી પર જીવલેણ હુમલો, 3 ઇસમ સામે ગુનો

આતરસુંબાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • હુમલાખોરો 3.40 લાખ ઝુંટવી લીધા બાદમાં રૂપિયા ઝાડીમાં નાંખી ભાગી ગયા

કપડવંજમાં જોરપુરાની દૂધ ઉત્પાદક મંડળીમાં સેક્રેટરી તરીકે ફરજ બજાવતા જયેશભાઈ ઠાકોર પર ગતરોજ જીવલેણ હુમલો થયો હતો. જે મામલે આતરસુંબા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. મળતી માહિતી પ્રમાણે, જયેશભાઈ ગતરોજ આતુરસુંબા પગાર ઉપાડવા ગયા હતા, ત્યારે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કમાંથી 3,40,000 રૂપિયા ઉપાડીને પરત ફરતી વખતે આતરસુંબા સરકારી દવાખાના આગળ 3 અજાણ્યા ઈસમોએ તેમની પર જીવલેણ હુમલો કર્યો હતો.

આ ત્રણેય ઈસમોએ તેમને ગડદાપાટુનો માર માર્યો હતો. અને તેમના પગારના નાણા ઝૂંટવી લીધા હતા. બાદમાં તેઓને બાવળની ઝાડીમાં નાંખીને ભાગી ગયા હતા. જ્યારે જયેશભાઈ સમયસર ઘરે પરત ન ફર્યા, ત્યારે તેમનો દીકરો મહેશ પિતાને શોધવા નીકળ્યો હતો. તે દરમિયાન ગરનાળા પાસે તેમનું બાઈક જોતા ઝાળીઓમાં તપાસ કરી હતી. ત્યાં તેઓ ગંભીર હાલત મળ્યાં હતા. અને તેમને તાત્કાલિક ખાનગી હૉસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા.

બાદમાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. જેમાં તેમને આ ઘટનાને લઈ ગામમાં રહેતા કાળાજી જેરાજી પરમાર પર શંક હોવાનું જણાવ્યું છે. કારણ કે, તેઓ છેલ્લા કેટલાંક મહિનાથી ચાલતી તકરારના પગલે તેમને જાનથી મારી નાખવાની ધમકી આપતાં હતા. જો કે, પોલીસે હાલ આ ઘટનામાં 3 અજાણ્યા ઈસમો વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...