ભારતીય કિસાન સંઘ દ્વારા કપડવંજ તાલુકા પંચાયત કચેરી ખાતે કિંમતના આધારે લાભદાયી કિંમત સુનિશ્ચિત કરવા ધરણાનો કાર્યક્રમ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો અને મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કર્યું હતું ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય કાન્તીભાઈ પટેલ ખેડા જિલ્લા પ્રમુખ મોહનભાઇ પટેલ તાલુકા પ્રમુખ વિઠ્ઠલભાઈ પટેલ અને મંત્રી સોમાભાઈ પરમાર તથા મહિલા સહિત ખેડૂતોએ કપડવંજ તાલુકા પંચાયત કચેરી ખાતે તેમની માગણીના સંદર્ભે ધરણાં ઉપર બેઠા હતા અને મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ખેડૂતો પોતાની ઉપજના ભાવ ન મળવાને કારણે ગરીબ અને દેવાદાર બની રહ્યા છે. જોકે સરકાર અનેક રીતે મદદ કરે છે. પરંતુ યોગ્ય અમલીકરણના અભાવે ખેડૂતોની હાલત સુધરી રહી નથી. જેથી પરેશાન ખેડૂતોની માગણી છે કે પાકની કિંમત અને તેના ઉપર નફો ઉમેરીને ચુકવણીની વ્યવસ્થા કરવામાં આવે અને જો આ માટે કાયદાકીય જોગવાઈઓ કરીને અમલીકરણની પ્રક્રિયા રજૂ કરવામાં આવે તો બેરોજગારની પરિસ્થિતિમાં વધુને વધુ યુવાનો ખેતી તરફ આકર્ષાય જેથી દેશમાં બેરોજગારીની સમસ્યાનો ઉકેલ પણ આ માર્ગે નીકળી શકે તેમ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.