તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:પ્રાથમિક શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક યોજાઇ, ખેડા જિલ્લાની જિલ્લા

કપડવંજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

તા. 25ના લાભપુરા, ઠાસરા મુકામે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ખેડા જિલ્લાની જિલ્લા કારોબારી બેઠક યોજાઈ ગઈ. જેમાં પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ ગુજરાત રાજ્યના સંગઠન મંત્રી અરુણકુમાર જોષી, નડીઆદ વિભાગના સંગઠન મંત્રી અનુપસિંહ પરમાર, જિલ્લાના અધ્યક્ષ નિકેશભાઈ સેવક, મંત્રી પ્રવિણસિંહ વાઘેલા, રાજ્ય પ્રતિનિધિ કિરીટકુમાર જોષી સહિત સમગ્ર જિલ્લા કારોબારી સભ્યો, તમામ તાલુકાના અધ્યક્ષ, મંત્રી, સંગઠન મંત્રી, મહિલા મંત્રી અને કોષાધ્યક્ષ ઉપસ્થિત રહ્યા.

આ પ્રસંગે જિલ્લાના કોષાધ્યક્ષ જયમીનભાઈ પટેલ દ્વારા વાર્ષિક હિસાબોનું વાંચન કરી મંજુર કરાયા. તાલુકાના અધ્યક્ષ/મંત્રી સાથે ચર્ચા કરી યોજના તૈયાર કરી. કાર્યક્રમને આગળ વધારતા મહિલા ઉપાધ્યક્ષ મયુરિકાબેન રાજપૂતે મહિલા બેઠકના તાલુકાવાર આયોજનની રૂપરેખા આપી. ઉપાધ્યક્ષ સુરેશભાઈ પટેલે કાર્યોની વિગતો મેળવી સમીક્ષા કરી હતી.

અન્ય સમાચારો પણ છે...