ગંદકી:કપડવંજના અંતીસરમાં ઉભરાતી ગટર અને ઠેર - ઠેર ગંદકીના ઢગ

કપડવંજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ધારાસભ્યની રજૂઆતને પણ તંત્ર ગણકારતું નથી

કપડવંજના અંતીસર ગામમાં પ્રવેશ કરતા જ ઠેરઠેર ગંદકીના ઢગ અને ગટરનું પાણી રસ્તા ઉપર ફરી વળતા જાણે ચોમાસા જેવો માહોલ કાયમી ધોરણે સર્જાયેલો રહે છે. જેના લીધે કોઈપણ રાહદારીને ગંદકીમાંથી પસાર થવું પડે છે. આ અંગે અંતીસર ગામના અગ્રણી ઇનાયતબેગ મિર્ઝાના જણાવ્યા મુજબ ગામમાં પ્રવેશતા કસ્બા વિસ્તારમાં છેલ્લા ઘણા વખતથી કાયમી ધોરણે ગટર ચોકઅપ થઈ જતા આ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય અને પસાર થતો રોડ ઊબડખાબડ થઇ ગયો છે. જેના લીધે અકસ્માતોના પણ બને છે.

આ અંગે અગાઉ વારંવાર રજૂઆત કરેલ છતાં પણ પરિણામ શૂન્ય છે આ સમસ્યા ઘણા વર્ષોથી છે. છતાં કોઈ પરિણામ આવતું નથી અને લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અંતિસર ગામના સરપંચ મુમતાજબીબી શેખે જણાવ્યું હતું કે આ સમસ્યા છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારમાં છે. આ બાબતે બાલાસિનોર ધારાસભ્ય અજીતસિંહ ચૌહાણ સમક્ષ પણ રજૂઆત કરેલ છે અને લાગતા વળગતા તંત્રને પણ રજૂઆત કરેલ છે.

અન્ય સમાચારો પણ છે...