હાલાકી:કપડવંજ -કઠલાલમાં વાવાઝોડાને લીધે ખેડૂતોને આર્થિક નુકસાન

કપડવંજ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 70થી 80 કિમી ઝડપે કલાકો સુધી ફુંકાયેલા પવન-વરસાદ

કપડવંજ અને કઠલાલ વિસ્તારમાં અગાઉ 70થી 80 કિલોમીટરની ઝડપે કલાકોના કલાક સુધી ફુકાયેલા ભારે પવન અને વરસાદ (વાવાઝોડા)ના કારણે સંખ્યાબંધ ગામોમાં ઉનાળુ બાજરી જુવાર અને ડાંગરની ખેતી કરતા સેંકડો ખેડૂતો અને શાકભાજી ઉગાડનાર સંખ્યાબંધ ખેડૂતોને ખૂબજ મોટા પ્રમાણમાં આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે. અને સાથોસાથ કપડવંજ અને કઠલાલ તાલુકા માં કાચા અને જર્જરિત થઈ ગયેલા મકાનો માં તથા ઝુપડપટ્ટીમાં વસવાટ કરતા સંખ્યાબંધ લોકોને બહુ મોટું આર્થિક નુકસાન થવા પામ્યું છેતે પૈકી સંખ્યાબંધ અસરગ્રસ્ત લોકો મને મળ્યા છે. અને વાવાઝોડાને કારણે થયેલા નુકસાન સંબંધેની રજૂઆતો પણ કરેલ છે.

આ સંબંધે કપડવંજ ધારાસભ્ય કાળુસીહ ડાભી એ કૃષિ મંત્રી અને મહેસૂલ મંત્રીને પત્ર લખી જણાવ્યું છે કે, કપડવંજ અને કઠલાલ તાલુકામાં વાવાઝોડાને કારણે થયેલ નુકશાનનો અંદાજ નો સર્વે કરાવવા અને અસરગ્રસ્ત લોકોને નિયમોનુસાર આર્થિક સહાય વળતર ચૂકવવા સંબંધે ખેડા જીલ્લાના ખેતીવાડી વિભાગના અધિકારીઓ કર્મચારીઓ તથા મહેસુલ વિભાગના અધિકારી કર્મચારીઓ દ્વારા જરૂરી સર્વે કરાવવા અને અસરગ્રસ્ત લોકો પૈકી એક પણ અસરગ્રસ્ત વ્યક્તિ કે કુટુંબ રાહત અને સહાયથી વંચિત ના રહે તે જોવા ખાસ વિનંતી છે.

અન્ય સમાચારો પણ છે...