વિતરણ:કોરોના સામે સુરક્ષા માટે સ્ટીમ મશીનનું વિતરણ

કપડવંજએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

કપડવંજ લાયન્સ ક્લબ ખાતે લિયો કલબ ઉમ્મીદ કપડવંજ (2020-2021)ના તમામ સભ્યોને કોરોના સામે રક્ષણાત્મક કવચ તરીકે ઉપયોગી સ્ટીમમશીન (નાસ લેવાનું)નું વિતરણ લિયો કલબ ઉમ્મીદ કપડવંજ તરફથી કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે લિયો કલબ ઉમ્મીદ કપડવંજ પરિવાર (2020-21)ના સભ્યો અચલ પટેલ, રાઘવ દવે, આરતી દવે, આનંદ શાહ, નિકેશ બારોટ, જૈમીન પારેખ, સોહેબ શેખ, હંસલ પટેલ, અશ્વિન પટેલ, જાનવી ઝાલા, પરિન પટેલ, વિરંચી પટેલ, રીંકેશ ચોકસી, મોનિલ સોની, પ્રકાશ લોહાણા સહિત અન્ય લિયો સભ્યો હાજર રહ્યા હતા. આગામી દિવસોમાં શહેરના બાહ્ય વિસ્તાર, ઊંટગાડી ઉપર અને પંથકના જરૂરિયાત વિસ્તારમાં રેડિયમ લગાવવાનો પ્રોજેકટ નક્કી કરવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...