તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
નડિયાદથી કપડવંજ અને મોડાસા રેલવે લાઇન માટે કપડવંજ વિકાસ પરિષદના દિનેશભાઈ શાહ, અભય શાહ, નેમુભાઈ તેલી તથા મોડાસા વિકાસ પરિષદ તરફથી કેતનભાઈ શાહ, અશ્વિનભાઈ શાહ (સોલિસિટર) તથા અરવિંદભાઈ દરજી એ વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર આલોકભાઈ કંસલ સાથે મુંબઈ ખાતે મુલાકાત કરી વિવિધ મુદ્દાઓ અંગે ચર્ચા વિચારણા કરી હતી. ડેલિગેશને જણાવ્યું છે કે, નડિયાદ - કપડવંજ - મોડાસા રેલવે લાઇન કે જે 106 કિલોમીટર છે. તેમાં 87 ફાટકો આવે છે. જે ખુલ્લી ફાટકો વહેલી તકે બંધ થવા ઉપર ભાર મૂક્યો હતો.
જેના માટે અંડરગ્રાઉન્ડ કે ઓવરબ્રિજ જેવા રસ્તા બનાવવા અનુરોધ કર્યો હતો. જેના લીધે હાલ સવા ત્રણ કલાકનો સમય વ્યતીત થાય છે. તેના બદલે ફક્ત દોઢ જ કલાકમાં સદર અંતર કાપી શકાશે. આ ઉપરાંત મુંબઇથી મોડાસા બ્રોડગેજ છે, તે પ્રાયોગિક ધોરણે સપ્તાહમાં એક વખત મુંબઇ મોડાસા રેલ સેવા શરૂ કરવા અનુરોધ કર્યો હતો. રેલવેને સારી રેવન્યુ પ્રાપ્ત થાય તો કાયમી ધોરણે એક રેલ સેવા શરૂ કરવા માટે માગણી કરી હતી. તેના પ્રત્યુત્તરમાં જનરલ મેનેજરે હકારાત્મક અભિગમ દાખવી રાજ્ય સરકાર સાથે સંકલન કરી ટ્રેકમાં જરૂરી અડચણો દૂર કરવા તેઓ અનુરોધ કરશે.
પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.