તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:કપડવંજના 25 ગામ માટે અલવા તળાવ ભરવા માંગ, ભર શિયાળે પીવાના પાણીના વલખાં

કપડવંજ23 દિવસ પહેલા
 • કૉપી લિંક

કપડવંજ ના અલવા ગામે તળાવમાં કડાણા ડેમમાંથી સુજલામ સુફલામ યોજના અંતર્ગત પાણી છોડવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે. જેને લઈ પ્રાંત કચેરીએ પહોંચી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. જો અલવા તળાવમાં પાણી છોડવામાં આવે તો આજુબાજુના ગામો જેવા કે હિરાપુરા, સાવલિયાના મુવાડા, કલાજી, ભુંગળિયા, લાલાતેલીના મુવાડા સહિતના 25 જેટલા ગામોને સિંચાઈ સુવિધા ઉપલબ્ધ થઇ શકે તેમ છે. આ અંગે ખેડૂતો દ્વારા વારંવાર હિંમતનગર સિંચાઇ વિભાગમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે. પરંતુ હિંમતનગર સિંચાઇ વિભાગ દ્વારા ત્રણ લાખ રૂપિયા જમા કરાવવા જણાવવામાં આવ્યું છે. જો કે ખેડૂતોની માંગ છે કે હાલ કોરોના મહામારીને લઇ ખેડૂતો રૂપિયા જમા કરાવી શકે તેમ નથી. હાલ ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે દસ દિવસમાં અલવા તળાવમાં પાણી છોડવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો