તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બેદરકાર તંત્ર:કપડવંજ તાલુકાના વડાલીમાં રેલવે ફાટક પાસે રસ્તો બનાવવા માંગણી

કપડવંજ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રસ્તાના અભાવે ચોમાસામાં પાણી ભરાતા ગ્રામજનોને પડતી હાલાકી
 • વારંવાર રજુઆતો કરવા છતાં પણ રેલવે દ્વારા કોઈ કામ કરાયું નથી

કપડવંજ તાલુકાના વડાલી ગામે ફાટક ની આજુ બાજુ ચોમાસા માં પાણી ભરાઈ જાય છે તેને પહોંચી વળવા માટે રોડ બનાવવા ની માગણી 2001 થી આજ દિન સુધી ગણી બધી વાર રજુઆત કરવામાં આવી છે તો પણ રેલવે દ્વારા કોઈ કામ કરવામાં આવ્યું નથી. વડાલી ના સરપંચ પરબતસિહ પરમારે જણાવ્યું હતું કે, વડાલી ગામ થી પૂર્વ દિશા માં નડીયાદ - મોડાસા રેલવે લાઇન આવેલી છે અને 2001 માં જ્યારે આ લાઇન નું રીનોવેશન કરાયું હતું ત્યારે આશ્વાસન આપવામાં આવ્યું હતું કે રેલવે લાઇન ની બીજી બાજુ જવા માટે રોડ બનાવી આપીસુ તેમ છતાં અમારી ગણી બધી રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર કામ થયું નથી.

મુખ્યત્વે અમારી જમીનો રેલવે લાઇન ની બીજી બાજુ આવેલી છે અને બે પરા વિસ્તાર પણ ત્યાં આવેલા છે અમે ખેતર માં પાણી પહોંચાડવા માટે રેલવે લાઇન ની નીચે પાઇપ નાખીએ છે તો જ્યારે રેલવે ના કર્મચારીઓ લાઇન ચેક કરવા આવે છે ત્યારે એ લોકો આ પાઇપ કાપી નાખે છે જેથી અમને 1000 રૂપિયા નો નુકશાન થાય છે અને ખેતર મા પાણી ના મળવાથી પાક ને પણ નુકશાન થાય છે. અહિંયા ગરનારા પર રેલવે લાઇન ના પહેલા રોડ બનાવેલો હતો અને હવે રેલવે લાઇન નાખ્યા પછી કોઈ રોડ નથી અને લાઇન ઊંચી હોવાના લીધે તેની આજુ બાજુ ચોમાસા માં પાણી ભરાઈ જાય છે જેના લીધે અહિંયા જાનહાની પણ થઈ છે તેથી અમારી બસ એટલીજ માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો