રજૂઆત:સિંચાઈના પાણીનો પ્રશ્ન હલ કરવા નદી પર ચેકડેમ બનાવવા માંગણી

કપડવંજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કપડવંજમાં વિવિધ યોજનાના વિકાસ કામો અટક્યાં
  • ન.પા.ના શોપીંગની​​​​​​​ દુકાનોની હરાજી માટે મંજુરી આપવા અરજ

કપડવંજ નગર સેવા સદનના પ્રમુખ મોનિકાબેન પટેલ દ્વારા નગરમાં વિવિધ યોજનાઓ થકી વિકાસના કાર્યો માટે રજુઆત કરી હતી. અર્જુન સિંહજી ચૌહાણ કેબિનેટ મંત્રી તેમજ ઋષિકેશ ભાઈ પટેલ (સિંચાઈ મંત્રી) સાથે રૂબરૂ મુલાકાત દરમિયાન નગરપાલિકા વિસ્તારમાં વરાસી નદી ઉપર ચેકડેમ બનાવવા બાબતે સિંચાઇ વિભાગ મારફત યોગ્ય કાર્યવાહી કરવા રજુઆત કરી હતી.

શહેરની નલ સે જલ યોજના અંતર્ગત મંજુર થયેલ પાણી પુરવઠા યોજનાનો DTP વહેલી તકે મંજૂર થાય તે માટે ભલામણ કરવા રજૂઆતો કરવામાં આવી હતી. અને કમિશનર મ્યુનિસિપાલિટી એડમિનિસ્ટ્રેશન ગાંધીનગર કચેરી ખાતે રૂબરૂ મુલાકાત કરી નગરપાલિકા વિસ્તારમાં નવા બાંધવામાં આવેલ કુલ ત્રણ શોપિંગ સેન્ટરની હરાજી માટેની મંજૂરી માટે ભલામણ કરી હતી. આ પ્રસંગે સંગઠનના હોદ્દેદારો વિવેકભાઈ પટેલ તથા નગરપાલિકાના સદસ્યો નીતિનભાઈ શાહ, નીરવ ભાઈ પટેલ, નરેશાબેન શાહ, વષાઁબેન પંચાલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...