હડતાળ યથાવત:125 ક્વોરી બંધ રહેતાં 20 હજાર પરિવારની રોજી-રોટી પર સંકટ

કપડવંજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં ક્વોરી ઇન્ડસ્ટ્રીઝની હડતાળ 3જા દિવસે યથાવત

બ્લેક સ્ટોન ક્વોરી ઇન્ડસ્ટ્રી દ્વારા ચાલુ કરાયેલી હડતાલ ત્રીજા દિવસમાં પ્રવેસી છે. ત્યારે ખેડા અને મહિસાગર જિલ્લાના કપડવંજ, બાલાસિનોર, ગળતેશ્વર તાલુકા વિસ્તારના બ્લેક સ્ટોન કવોરી ઈન્ડસ્ટ્રી સંચાલકો તા.1 મે થી 17 જેટલા પડતર પ્રશ્નો ન સ્વીકારાતા હડતાળ પર ઉતરી ગયા છે. ક્વોરી માલિકો ઉત્પાદન અને વેચાણ બંધ કરી અચોક્કસ મુદત સુધી ધંધો બંધ કરીદેતા અહી મજુરી, નોકરી કરતા પરિવારજનો મુસ્કેલીમાં મુકાયા છે.

આ વિસ્તારની 125 જેટલી કવોરીઓના માલિકો હડતાળ ઉપર ઉતરેલા છે. જેમાં સરકારની રોજની રોયલ્ટીની આશરે 25 લાખ જેટલી આવક બંઘ થઈ છે. તેમજ 7 હજાર જેટલી માલ લઈ જતી ટ્રકોના પૈડા થંભી જતા ટ્રક ડાઈવરો, ટ્રક માલીકો, સરકારી ઈનફાસ્ટકચરમાં કામ કરતા મજૂરો, તેમજ કવોરીમાં કામ કરતા મશીન ઓપરેટરો, ડ્રાઈવરો, પ્લાન્ટમાં કામ કરતા મજૂરો, આજુબાજુના ગામના મજૂરો, ડ્રાઈવર ઓપરેટરો કુલ મલી 20 હજાર માણસોની રોજગારી ઉપર મોટી અસર થયેલ છે.

કપડવંજ, બાલાસિનોર, સેવાલીયા વિસ્તારમાં સીધી રોજગારી આપતો આ એક જ ધંધો છે. જો સરકાર કવોરી માલિકોના પ્રશ્નો નહીં સ્વીકારે તો હડતાલ લાંબી ચાલી શકે તેમ છે. જો હડતાલ લાંબી ચાલી તો મજૂર તેમજ આ ધંધામાં કામ કરતા માણસોને રોજી રોટી સવાલ ઉભો થાય તેમ લાગે છે. ત્યારે જોવાનું એ રહ્યું કે સરકાર ક્વોરી માલિકોની વાત સાંભળીને હડતાલનો અંત ક્યારે લાવશે.

અન્ય સમાચારો પણ છે...