તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર વિશેષ:KP બેંકમાં કોરોનામાંય 1.39 કરોડની ડિપોઝિટ વધી

કપડવંજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કપડવંજ પીપલ્સ કો.ઓપરેટીવ બેંકે 2020-21માં ~ 7 લાખનો નફો કર્યો

કપડવંજની પીપલ્સ કો-ઓપરેટિવ બેંકે કોરોના કાળની બીજી લહેર સમયે ગ્રાહકો અને સભાસદો માટે ઘણા માનવતાવાદી કાર્યો કરી ગ્રાહકોની પ્રશંસા મેળવી છે. બેંકના ચેરમેન જયેશભાઈ પટેલના જણાવ્યા અનુસાર ફેબ્રુઆરી 2020 થી માર્ચ 21 દરમિયાન કોરોના કાળની બીજી લહેરમાં સાત લાખના નફા સાથે બેંકે અનેકવિધ ગ્રાહક સુવિધા ઉમેરી છે તથા કોરોના કાળ દરમિયાન બેંકમાં આવતાં ગ્રાહકોને એક સેનેટાઈઝર અને માસ્ક આપી કોરોના સામે સુરક્ષાનો સંદેશો ફેલાવ્યો હતો તથા 2020-21માં અવસાન પામેલ સભાસદોને રૂપિયા 1૦૦૦ની સહાય આપી હતી.

બેંકના ઉપપ્રમુખ કમલેશ શાહ મેનેજિંગ ડિરેક્ટર કેશાભાઈ પટેલ તથા ડિરેક્ટરો મુકેશ વૈદ્ય, પંકજકુમાર શાહ, રમેશચંદ્ર કા.પટેલ, ભગવત પટેલ, ઘનશ્યામ પટેલ, ડોનેલભાઈ વાલાણી, નવીનભાઈ પટેલ, જ્યોતિકાબેન શાહના સહયોગથી બેંક પ્રગતિ માટે અનેકવિધ સૂચનો સાથે કપડવંજ તાલુકામાં મધ્યમ વર્ગીય માટે આશારૂપ બેંક પ્રગતિમાં રહી હતી.બેંક મેનેજર દીપકભાઈ શાહના જણાવ્યા અનુસાર આ કોરોના કાળમા 1 કરોડ 39 લાખ રૂપિયાની ડિપોઝીટ વધવા પામી હતી.

જ્યારે 22 લાખ 47 હજાર રૂપિયાનું ધિરાણ થવા પામ્યું હતું અને 82 લાખ 88,૦૦૦ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરવામાં આવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગ્રાહકોને લોકરની સુવિધા સાથે સોના-ચાંદીના તેમજ વિહિકલ માટે ધિરાણ કરવામાં આવે છે ઉપરાંત પ્રોપર્ટી મોર્ગેજ લોન પણ આપવામાં આવે છે. આ કારણોસર કપડવંજ તાલુકાની ગરીબ અને મધ્યમ વર્ગીય પ્રજા ને કોઈપણ જાતની તકલીફો વગર લોન પ્રાપ્ત થાય છે.

બેંક પ્રત્યે વિશ્વાસ, સર્વિસ તેમજ અન્ય બેંકો કરતા વધુ વ્યાજના કારણે ડીપોઝિટ મુકવા પ્રેરાય છે
કપડવંજ પીપલ્સ કો-ઓપરેટિવ બેંકના મેનેજર દીપકભાઈ શાહનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે સને 2020- 21માં 19 કરોડ 31 લાખ તેતાલીસ હજાર આવી જ્યારે સને 2019- 20માં 17 કરોડ 92 લાખ 27 હજાર આવી હતી આમ 2020- -21માં તફાવત એક કરોડ 39 લાખ વધારે ડિપોઝિટ આવી છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આમ કોરોના કાળમાં વધારે રકમની ડિપોઝિટ આવવાનું કારણ એ છે કે લોકોમાં બેંક પ્રત્યે વિશ્વસનીયતા અને સર્વિસ આ બન્નેને પસંદ કરતા લોકો પીપલ્સ બેંક તરફ વળ્યા છે.

અને બીજી નેશનલ બેંકો કરતા અમારી બેંકમાં થોડું વ્યાજ વધારે મળે છે દાખલા તરીકે નેશનલાઈઝ બેન્કમાં સિનિયર સિટીઝનને 5.25 ટકા વ્યાજ આપતુ હોય અમારી બેંક 6 ટકા વ્યાજ આપે છે જેથી લોકોને ફાયદો થાય તેથી લોકો ડિપોઝિટો મુકવા પ્રેરાય છે.

અન્ય સમાચારો પણ છે...