ફરિયાદ:કપડવંજની યુવતિની ગોધરાના સાસરીયાઓ સામે ફરિયાદ

કપડવંજ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પિયરમાંથી 2 લાખ લાવવા દબાણ

કપડવંજ તાલુકાની દિકરીએ પોતાના પતિ, સાસુ અને નણંદ સામે શારીરિક-માનસિક ત્રાસ આપવા બદલ ફરિયાદ નોંધાવી છે. કપડવંજ મૂળની અને નડિયાદમં મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવતી 30 વર્ષિય યુવતીના લગ્ન પંચમહાલ જિલ્લાના ગોધરાના યુવક સાથે થયા હતા. લગ્નન એકાદ માસ સુધી બધુ સારુ ચાલ્યુ હતુ અને પછીથી ઘરના કામકાજ અને નોકરી બાબતે સાસરીયાઓ દ્વારા પરણિતા સાથે બોલાચાલી કરી મહેણા મારતા હતા.

પરણિતાના નણંદ પોતાના પિયરમાં આવી ભાભી સાથે જીભાજોડી કરતા હતા. ઉપરાંત સાસુ દ્વારા તારે નાહ્યા વગર રસોડામાં જવાનું નહી અને હું કહુ તેવા જ કપડા પહેરવા તેમ કહી તેમ કહી માનસિક ત્રાસ આપતાં હતા. પરિણીતા સાથે અનેકવાર તેના સાસરીયાઓએ મારઝૂડ કરી હતી અને દહેજ પેટેલ 2 લાખ રૂપિયા પિયરમાંથી લાવવા માટે દબાણ કર્યુ હતુ.

આ માંગણી ન સંતોષાતા સાસરીયાઓ દ્વારા વધુ હેરાનગતિ કરાઈ હતી અને પરણિતાને ઘરમાંથી કાઢી મૂકાઈ હતી. જેથી આ મામલે પરણિતાએ પોતાના પતિ આદિત્ય ગોસ્વામી, સાસુ ભારતીબેન ગોસ્વામી અને નણંદ અંજનાબેન ગોસ્વામી સામે નડિયાદ મહિલા મથકે ફરીયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...