તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કપડવંજની મહિલાનો અનોખો પ્રકૃતિપ્રેમ:300 પક્ષીઓની તસવીરો કેમેરામાં ક્લિક કરી, ગૂગલની મદદથી દરેક પક્ષીઓનું ડોક્યુમેન્ટેશન પણ કર્યું

કપડવંજ3 મહિનો પહેલાલેખક: હરીશ જોશી
  • કૉપી લિંક
ફોટોગ્રાફર રુચિબેન દીપકભાઈ જોશીની તસવીર - Divya Bhaskar
ફોટોગ્રાફર રુચિબેન દીપકભાઈ જોશીની તસવીર

શહેરીકરણ તરફ વળેલા માણસને આસપાસની જીવસૃષ્ટિ તરફ જોવાની ફુરસદ નથી ત્યારે કેમેસ્ટ્રીના અભ્યાસ બાદ ખાનગી કંપનીમાં જોબ કરી રહેલી કપડવંજની મહિલાએ પોતાના ફોટોગ્રાફીના શોખ થકી કુદરતની ઉત્કૃષ્ટ ક‌ળાકૃતિઓને કેમેરામાં કેદ કરી છે. કપડવંજની શિલ્પા સોસાયટીમાં રહેતાં અને બીએસસી કેમેસ્ટ્રીના અભ્યાસ બાદ ખાનગી કંપનીમાં જોબ કરતા રુચિબેન દીપકભાઈ જોશીએ કપડવંજની આસપાસના વિસ્તારોમાં ફરીને 300થી વધુ વિવિધ,દુર્લભ પક્ષીઓની ફોટોગ્રાફી કરી છે.

2015થી પ્રોફેશનલ ફોટોગ્રાફીની શરૂઆત
શરૂઆત મોબાઇલ ફોટોગ્રાફીથી પણ કરી પણ મોબાઇલના કેમેરાની મર્યાદાઓને કારણે તેમણે 2015માં પ્રોફેશનલ ડીએસએલઆર કેમેરા ખરીદ્યો હતો. બાદમાં ટેલી લેન્સ ખરીદીને પ્રકૃતિને ખૂંદવાનું શરૂ કર્યું હતું. ગૂગલ- સોશિયલ મીડિયાના સહારે પક્ષીઓની ઓળખ મેળવીને તેમણે દરેક પક્ષીઓનું અનોખું ડોક્યુમેન્ટેશન કર્યું છે. સાથે સાથે અનેકવિધ ફોટોગ્રાફીની સ્પર્ધામાં પણ અવ્વલ નંબરે રહેવાનું સન્માન મળ્યું છે. તેમણે જણાવ્યું કે બસ મન થાય એટલે વહેલી સવારે તે ભરબપોરે કે હું નીકળી પડું છું. હાલ જે ફોટાનું કલેક્શન છે તે માત્ર કપડવંજના લોકેશનમાં પક્ષીઓના ફોટા લીધા છે.

અન્ય સમાચારો પણ છે...