હાલાકી:કપડવંજ રેલવે સ્ટેશન પાસે રહેતાં 15 હજાર લોકોના સ્વાસ્થ્ય પર સિમેન્ટની ડસ્ટથી જોખમ

કપડવંજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માલગાડીમાં લવાતો સિમેન્ટ સહિતના જથ્થાને કારણે આસપાસના વિસ્તારમાં પ્રદુષણની ફરિયાદ

કપડવંજ રેલવે સ્ટેશન ખાતે ગુડ્સ ટ્રેન દ્વારા કાચા માલની આવન-જાવન પ્રક્રિયામાં સિમેન્ટનો કાચો માલ, બોકસાઈટ, કિલનકર, કોલસા જેવા મટીરીયલની આવક થાય છે. જેના કારણે આ વિસ્તારમાં ભયંકર પ્રદૂષણ ફેલાઈ રહ્યું હોવાની ફરિયાદ ઉઠી છે. અને તેનાથી રેલવે સ્ટેશન વિસ્તારની આજુબાજુ માનવીય સ્વાસ્થ્યના સૌથી મોટો ભય ફેલાઈ રહ્યો છે.

સ્વચ્છ ગુજરાત અભિયાનના આ વિસ્તારમાં લીરેલીરા ઉડાડવામાં આવી રહ્યા છે. મુખ્યત્વે કપડવંજ નગર સેવા સદનના વોર્ડ નંબર 3 અને 7ના વિસ્તારના 15 હજાર ઉપરાંતના લોકો માટે આ પ્રશ્ન પેચીદો બની રહ્યો છે. આ પ્રદૂષણ ફેલાવવાને કારણે આ વિસ્તારના રહીશો, ખેતરો, સામાજિક સંસ્થાઓ ધાર્મિક સંકુલો-સ્કૂલ, હોસ્પિટલ, નાના ઉદ્યોગકારોથી જોડાયેલ મજૂર વર્ગ તેમજ સોસાયટીના રહીશો મળીને આશરે 15 હજારથી વધુ લોકો આ હાલાકી ભોગવી રહ્યા છે.

આ ઉપરાંત આ વિસ્તારમાં આવેલી પાંજરાપોળના પશુધન માટે પણ આ પ્રદૂષણ ઘાતક પુરવાર થઈ રહ્યું છે. એમજ સ્વાસ્થ્ય માટે ભયજનક રૂપ 170 થી વધુ પ્રદૂષણનો આંક પહોંચી જાય છે. જે સ્થાનિકો અને આસપાસના ગ્રામજનો માટે ચિંતાજનક છે.

અન્ય સમાચારો પણ છે...