તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બેદરકાર તંત્ર:પાંખિયાં ચોકડી પરના CCTV કેમેરા શોભાના ગાંઠિયા સમાન, વારંવાર લેખિત રજૂઆતો કરવા છતાંપરિણામ શૂન્ય

કપડવંજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

કપડવંજ તાલુકાના પાંખિયાં ચોકડી પર મૂકવામાં આવેલ સી.સી ટીવી કેમેરા માત્ર શોભાના ગાંઠિયા સમાન છે. તંત્ર દ્વારા શરૂઆતમાં કનેક્શન આપવામાં આવેલ હતું પણ હાલ કોઈ કનેક્શન વગર જાણે કેમેરાની શોભામાં ઓછપ આવી છે તેમજ પાખિયા ચોકડી જાણે કોઈ મોટા અકસ્માતની રાહ જોતી હોય એવું ભાસે છે. આ અંગે કપડવંજ તાલુકાના સુણદા ગામના પૂર્વ સરપંચે વધુમાં જણાવ્યું છે કે સબંધિત અધિકારીઓને વારંવાર લેખિત રજૂઆતો કરવા છતાં આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

માત્ર સલામતીનાં ભાગરૂપે એક માત્ર બમ્પ મૂકી સંતોષ માની રહ્યા છે. પાખિયા ચોકડી પર અસંખ્ય નાના-મોટા વાહનો પરિવહન કરે છે જેમાં ત્રણ મુખ્ય રસ્તાઓમાં એક મોડાસા તરફ,બીજો ડાકોર તરફ અને ત્રીજો કપડવંજ તરફના રસ્તા આવેલા છે અને અંદાજે 200 થી 300 વિદ્યાર્થીઓ તેમજ હજારો મુસાફરોને રોડ ક્રોસ કરવામાં પારાવાર હાલકીનો સામનો કરવો પડે છે. તેમજ પાંખીયાં ચોકડી પર કોઈ પીક અપ સ્ટેડન્ડ કે બસ સ્ટેન્ડની કોઈ સુવિધા કે બેસવા લાયક જગ્યા નથી.

અન્ય સમાચારો પણ છે...