તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રજૂઆત:કપડવંજમાં પીવાનું પાણી દરરોજ આપવા નવી લાઈનની મંજૂરી માંગી

કપડવંજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કામ પૂર્ણ થયા સુધી મ્યુનિસિપલ સદસ્ય પોતે જ ધ્યાન રાખશે તેવી ખાતરી આપી

કપડવંજ નગર સેવાસદન દ્વારા કપડવંજમાં આંતરા દિવસે પીવાનું પાણી કલાક આપવામાં આવે છે તેને અનુલક્ષીને કપડવંજ નગરપાલિકાનાં શાસક પક્ષ નેતા નિમેષસિંહ જામ દ્વારા કપડવંજ નગરજનોને આંતરે દિવસે પૂરું પાડવામાં આવતું પીવાનું પાણી દરરોજ આપી શકાય તે હેતુથી નવી મેઈન પાણીની લાઈનની મંજૂરી માટે પેન્ડિંગ ફાઈલ હાથ ધરવામાં આવી અને તે કામ ના ભાગ રૂપે હાલની પાણીની મેઈન લાઈન જે વેણીપૂરાથી લાવી રત્નાગીરી, એમ પી હાઇ.,ફાયર સ્ટેશન અને અન્ય બધા ડીસ્ટ્રીબ્યુસંન તથા ફિલ્ટર પ્લાન્ટમા જાય છે. જેની રૂબરૂ સ્થળ પર સમીક્ષા કરવામાં આવી હતી.

પાલિકાનાં વોટર કમિટીનાં મુખ્ય ઇજનેર વિષ્ણુભાઈને યોગ્ય સૂચનો કરવામાં આવ્યા અને હવે પાણીની નવી મંજૂરીના કામને પ્રાધાન્યતા અપાય અને જલદી થી ગ્રાઉન્ડ લેવલે કામ શરૂ થાય અને આંતરા દિવસ ને બદલે રોજ પીવાનું પાણીનાં મળે ત્યાં સુધી આ કામમાં નિમેષસિંહ જામ પોતેજ ધ્યાન રાખશે તેવી ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...