રોગચાળાનો ભય:કપડવંજમાં ઘણાં સમયથી અપૂરતી સફાઈના અભાવે ગંદકીનું સામ્રાજ્ય

કપડવંજ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચિકનગુનિયા, મેલેરિયા ડેન્ગ્યુ અને કમળો જેવા રોગચાળાનો ભય

કપડવંજ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નિયમિત અને પુરતી સફાઈ ના અભાવે ઠેર ઠેર ખાસ કરીને સલ્મ વિસ્તારોમાં પુષ્કળ પ્રમાણમાં ગંદકીજોવા મળે છે તેમ ખેડા જિલ્લા કોંગ્રેસના મંત્રી જીગીશાબેન પરમારે જણાવ્યું હતું અને વધુમાં તેઓએ જણાવ્યું કે માતરીયા તળાવ રોડ, પ્રમુખ સ્વામી સોસાયટી, ક્રિષ્ના બંગ્લોઝ અને સુંદરવન સોસાયટી જેવા અનેક વિસ્તારોમાં ગંદકીના કારણે રોગચાળો માથું ઉચકી રહ્યો હોય તેમ લાગે છે.

ગંદકીના કારણે રોગચાળાના શરદી ઉધરસ તાવ જેવા પ્રાથમિક લક્ષણોની સાથે સાથે મચ્છરજન્ય અને પાણીજન્ય રોગો જેવા કે ચિકનગુનિયા, મેલેરિયા ડેન્ગ્યુના તથા કમળો જેવા રોગો થતા અટકાવવા નગર સેવા સદનને નિયમિત પણે સ્લમ વિસ્તારો તથા અન્ય વિસ્તારોમાં સાફ-સફાઈ અભિયાન કરવું જોઈએ મચ્છરોની નાબૂદી માટે દવાઓનો છંટકાવ અને ફોગીગ મશીન દ્વારા છંટકાવ કરવો જોઈએ નગરસેવા સદન દ્વારા શહેરીજનોને જે પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે તેના જુદા જુદા વિસ્તારોમાંથી સેમ્પલ લેવાની જરૂર છે તંત્ર દ્વારા શહેરમાં સાફ સફાઈ થાય તેવી માંગણી છે.

અન્ય સમાચારો પણ છે...