તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુલાકાત:સમાજના વિકાસ અર્થે અલ્પેશ ઠાકોરે કપડવંજની મુલાકાત લીધી

કપડવંજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • કન્યા કેળવણી અને યુવાનો માટેની તકો ઉભી કરવા સૂચન

કપડવંજ શહેરમાં નગર સેવા સદન શાસક પક્ષના નેતા નિમેષસિંહ જામના નિવાસ્થાને સમાજના અગ્રણીઓની બેઠક યોજી હતી કે જેમાં નગર સેવા સદનના ઉપપ્રમુખ મોઇન શેખ તથા અન્ય નગરસેવકો અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પંથકના વડાલી ગામ તાબેના બાપુજીના મુવાડા ખાતે ઠાકોર ક્ષત્રિય સમાજના કપડવંજ તાલુકા એકમના વડા પરબતસિંહ પરમાર તથા શહેરના ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ હેમલ ઠાકોર, ક્ષત્રિય સેના જિલ્લા પ્રમુખ ઇશ્વરભાઇ પરમાર તથા ભરતસિંહ પરમાર તથા આ વિસ્તારના અગ્રણીઓ ઉપસ્થિત હતા અને નેતાઓ અલ્પેશ ઠાકોર તથા ધવલસિંહ ઝાલાનું અભિવાદન કર્યું હતું.

ઠાકોર ક્ષત્રિય સેનાના પ્રદેશ અગ્રણી અલ્પેશ ઠાકોરે આ તબક્કે જણાવ્યું હતું કે તેઓએ સમાજના સર્વાંગી વિકાસ માટે રાજ્યના 176 તાલુકાના પ્રવાસનું આયોજન કર્યું છે અને તેના ભાગરૂપે કપડવંજ પંથકમાં સમાજના પ્રશ્નોના ઉકેલ માટે તેઓ સતત પ્રયત્નશીલ રહેશે કન્યા કેળવણી અને સમાજના યુવાનો માટેની તકો ઉભી કરવા માટે આયોજનનું સૂચન તેઓએ કર્યું હતું તેઓએ તેમના પરદેશના પ્રસંગો અને અનુભવનું વર્ણન કરીને સમાજના યુવાનોને પણ દેશ પરદેશમાં અભ્યાસ તેમજ રોજગારી માટે પ્રવાસ ખેડવા સૂચન કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...