તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:બાયડ જવાના રસ્તા પર બે બાઈક વચ્ચે અકસ્માત, એકનું મોત નિપજ્યું, 2 ઈજાગ્રસ્ત

કપડવંજએક મહિનો પહેલા
  • કૉપી લિંક

કપડવંજમાં રહેતા ગલાભાઈ મોહનભાઈ રાવળ અને તેમના બે દીકરા સાથે બાયડમાં હીરા ઘસવાના કારખાનામાં કામ કરે છે. આજે સવારે તેમનો નાનો દીકરો વિક્રમ બાઈક નં જી.જે 07 સી.પી 8898નું લઈને તેમના કુટુંબી જુગાભાઈ અને મહેશ સાથે બાયડ આવતો હતો. તે દરમિયાન નવજીવન હૉટલ નજીક સામેથી આવતી બાઈક નં જી.જે 07 ઈ.બી 5764એ તેમને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો.

જેમાં તેમના દીકરા વિક્રમને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તેનું સ્થળ પર મોત થયું હતું. જ્યારે જુગાભાઈ અને મહેશને ઈજા પહોંચી હતી. તેઓને 108 થકી સારવાર હેઠળ ખસેડાયા હતા. આ ઘટનાની જાણ થતાં કપડવંજ રૂરલ પોલીસે બાઈક નં જી.જે 07 ઈ.બી 5764 વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...