હાલાકી:અબોચનું ગ્રામ પંચાયત ઘર અને આંગણવાડી બંને જર્જરીત હાલતમાં

કપડવંજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક

કપડવંજના અબોચમાં આવેલ ગ્રામ પંચાયત ઘર અને નાના ભૂલકાઓ માટેની આંગણવાડીનું બિલ્ડીંગ આ બંને જજૅરીત હાલતમાં થઈ ગયા છે. કપડવંજ તાલુકાના છેવાડાના અરવલ્લી જિલ્લાનું સરહદ પર આવેલું આબોચ ગામ ઉપર તંત્ર દ્વારા ઓરમાયું વર્તન થઇ રહ્યું હોય તેવું દેખાઈ રહ્યું છે અને વિકાસના નામે કોઈ પરિણામ મળ્યું નથી. અબોચ ગ્રામ પંચાયતની વસ્તી અંદાજે 2700થી પણ વધુ છે અબોચ ગ્રામ પંચાયત બિલ્ડીંગ જર્જરિત હાલતમાં હોવાથી છેલ્લા ચાર મહિનાથી પણ વધારે સમયથી પંચાયત ઘરમાં કોઈ બેસતુ જ નથી અને પંચાયતના સેવકના ઘરે ગ્રામ પંચાયતની કાર્યવાહી થાય છે અને તલાટી પણ ત્યાં બેસે છે પંચાયત ઘરમાં ચોમાસામાં ધાબા પરથી પાણી ઝમવાને લીધે પંચાયત ઘરના ફર્નિચર ઘણું નુકસાન થયેલ છે.

બારી બારણા સંડાસ બાથરૂમ અને ફ્લોરિંગ જે જર્જરિત હાલતમાં છે આને લઈને ગ્રામ પંચાયત ઘરનો ઉપયોગ છેલ્લા પાંચ મહિનાથી થતો નથી. જયારે બાજુમાં આવેલ નાના ભૂલકાઓની આંગણવાડી બિલ્ડીંગ ખૂબ જજૅરીત હોવા છતાં નાના ભૂલકાઓ દયનીય સ્થિતિમાં ત્યાં બેસે છે. આ બંને બિલ્ડિંગોના નવીનીકરણ માટે અબોચ ગ્રામ પંચાયતના સરપંચ લક્ષ્મણસિંહ રાઠોડ દ્વારા માંગણી કરવામાં આવી છે. તંત્ર દ્વારા આ બંને બિલ્ડિંગનું નવીનીકરણ થાય તેવી માગણી પણ ગ્રામજનો કરી રહ્યા છે. આ અગાઉ પણ અબોચ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અશ્વિનભાઈ બ્રહ્મભટ્ટે તાલુકા પંચાયતમાં પણ રજૂઆતો કરેલ છે છતાં હજુ સુધી કોઈ પરિણામ મળ્યું નથી.

અન્ય સમાચારો પણ છે...