તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ધટના:ઝાંઝરીના ભોગિયા ધરામાં ન્હાવા ગયેલ યુવકનું ડૂબી જતાં મોત

કપડવંજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રજા માણવા આવેલ અમદાવાદના યુવાનો આવ્યા હતા

કપડવંજ તાલુકાને અડીને આવેલ બાયડ તાલુકાના ડાભા નજીક આવેલ ઝાંઝરીના ધોધને સરકાર દ્વારા પર્યટક સ્થળ તરીકે જાહેર કર્યો છે. ઝાંઝરીમાં રજાઓમાં રાજયમાંથી લોકો આવતા હોય છે. ઝાંઝરીનો ધોધ જોવા માટે આવતા સહેલાણીઓ ધોધમાં નાહવા માટે પડે છે. ત્યારે નાહવા માટે પડેલા લોકો ભોગિયાધરામાં ગરકાવ થઈ જતા મોતને ભેટતા હોય છે.

છતાં પણ તંત્ર દ્વારા કોઈ બોર્ડ કે જાળી મારવામાં આવતી નથી. તથા શનિવાર તથા રવિવારના દિવસે લોકોની ભીડ થતી હોય છે. ત્યારે તંત્ર દ્વારા શનિવાર તથા રવિવારના દિવસે બંદોબસ્ત ગોઠવવામાં આવે તો લોકોનું જીવ બચી શકે છે.બાયડ તાલુકાના ડાભા નજીક આવેલ ઝાંઝરીના ભોગિયા ધરાએ વધુ એકનો ભોગ લીધો. રવિવારની રજાની મજા માણવા આવેલ અમદાવાદના ત્રણ યુવાનોમાંથી રાઠોડ અગાપી ચંદુભાઈ (ઉ.વ.19) ભોગીયા ધરામાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું. ભોગીયાધરામાં સ્થાનિક તરવૈયાઓ દ્વારા લાશને બહાર કાઢી હતી. આ ઘટનાની જાણ આંબલીયારા પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળ ઉપર આવી લાશને પીએમ માટે મોકલી હતી.

તંત્ર દ્વારા બોર્ડ લગાવવામાં આવે તેવી માંગણી
ઝાંઝરીના ભોગીયાં ધરામાં કેટલાય લોકોના મોત નિપજ્યા છે છતાં તંત્ર દ્વારા કોઈ સલાહ સૂચન બોર્ડ લગાવવામાં આવતા નથી. તંત્રની આ લાપરવાહી ને લઇ કેટલાય લોકો ને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. તંત્ર દ્વારા બોર્ડ લગાવવામાં આવે તેવી લોકોએ માંગણી ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...