રાહત:નવામુવાડા-દહિયપ રોડ પર બંધ ગરનાળાને ખોલતાં રાહતનો શ્વાસ

કપડવંજ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વરસાદી પાણી ભરાઈ રહેતા રહીશોમાં રોગચાળોની ભીતિ

કપડવંજમાં નવામુવાડા દહિયપ રોડ પર પ્રાથમિક શાળા પાસે આવેલું ગરનાળું બંધ કરી દેતાં રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. નાળુ બંધ રહેવાના કારણે વરસાદી પાણીનો નિકાલ થતો નહોતો. જેના કારણે આજુબાજુના વિસ્તારમાં ગંદકીનો સ્તર વધતાં લોકોને ભારે વેઠવી પડતી હતી. જે અંગે તંત્ર સમક્ષ રજૂઆત કરતાં માર્ગ-મકાન પંચાયત વિભાગ દ્વારા આ મામલે તાત્કાલિક ધોરણે કાર્યવાહી હાથ ધરાઈ છે.

દહિયપ રોડ પર પ્રાથમિક શાળા પાસે આવેલા ગરનાળાને ખાનગી જમીન માલિક દ્વારા બંધ કરી દેવાયું હતું. જેના કારણે વરસાદી પાણી ભરાઈ રહેતા રહીશોમાં રોગચાળો ફેલાવવાની ભીતિ સર્જાઈ હતી. પરંતુ તંત્રએ સમયસૂચતા દાખવીને ગરનાળુ ખોલવાની કામગીરી શરૂ કરી દીધી છે. માર્ગ- મકાન પંચાયત વિભાગના ઇન્ચાર્જ, નાયબ કાર્યપાલક ઇજનેર, સેકશન ઓફિસર, TDO, મામલતદાર અને તલાટી કમ મંત્રીની સંયુક્ત હાજરીમાં નાળું ખુલ્લું કરાયું હતું. તેમજ વર્ષો જૂની કાચી ગટર ખુલ્લી કરવામાં આવી હતી. જેના કારણે દહિયપ ગામની પ્રાથમિક શાળા પાસેથી ગંદકી દૂર થતાં રહીશોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...