તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:કપડવંજ હિતરક્ષક સમિતિ દ્વારા ધારાસભ્ય સાથે બેઠક યોજાઇ

કપડવંજ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરના વિકાસ માટે શું કરી શકાય તે અંગે ચર્ચા કરાઇ

કપડવંજ નાગરીક હિતરક્ષક સમિતિના સભ્યો દ્વારા કપડવંજના ધારાસભ્ય કાળુભાઇ ડાભીના નિવાસસ્થાને મુલાકાત કરવામાં આવી હતી. મુલાકાતનો મુખ્ય હેતુ કપડવંજની સમસ્યાઓની રજૂઆત કરી કપડવંજના વિકાસ માટે આવનારા દિવસોમાં શું કરી શકાય તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કપડવંજના ગામડાઓમાં ખેત તલાવડીના નિર્માણ કરવા બાબતે ખાસ ચર્ચા ચર્ચા કરી હતી.

આગામી દિવસોમાં કપડવંજ નાગરીક હિતરક્ષક સમિતિ દરેક ગામડાઓની મુલાકાત લઇ ગામના સરપંચ સાથે આ બાબતે ચર્ચા કરશે અને ખેત તલાવડીના નિર્માણ બાબતે સહકાર આપશે. આ સિવાય જે. બી. મહેતા હોસ્પિટલ બાબતે પણ ચર્ચા થઇ હતી. સર્જીકલ સાધનો બાબતે ચર્ચા કરવામાં આવી હતી અને હોસ્પિટલને યોગ્ય રીતે ચલાવવામાં આવે તો કપડવંજના અંદાજિત પાંચ લાખ લોકોને સેવાનો લાભ મળી શકે છે.

અન્ય સમાચારો પણ છે...