પાણી માટે રઝળપાટ:અગ્રાજીના મુવાડામાં 2500ની વસ્તીની વચ્ચે એક હેન્ડપંપ

કપડવંજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 કીમી ચાલીને પાણી લેવા જવાનું, કલાકો સુધી લાઇનમાં ઉભા રહે ત્યારે માંડ બે ડોલ પાણી મળે

કપડવંજ તાલુકાના પૂર્વ ગાળામાં પાણીની સમસ્યા કેટલાય વર્ષોથી ઉકેલાઈ નથી.ઉનાળાની ઋતુમાં પશુપાલન અને ખેતી સાથે સંલગ્ન જનતા ત્રાહિમામ પોકારી ઉઠી છે. ઘણા વર્ષોથી પૂર્વ વિસ્તારના ગ્રામજનો પાણીની સમસ્યા બાબતે રજૂઆતનુ પરીણામ ફક્ત આશ્વાસન જ મળે છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાણીની સમસ્યાના પડઘમ પડે તે બાબતે પૂર્વ ગાળાના સરપંચ, ખેડૂતો અગ્રણીઓ અને પ્રજા મક્કમ હોવાનું જાણવા મળે છે. કપડવંજ તાલુકાના પૂર્વ ગાળાના 34 જેટલા ગામો અને અંદાજે 100 જેટલા પેટા પરા વિસ્તારમાં જેમ-જેમ ઉનાળો આગળ વધતો જાય છે.

તેમ પીવાના પાણીનો પ્રશ્ન વિકટ બનતી જાય છે. અગ્રાજી ના મુવાડા ગ્રામ પંચાયતમાં કુલ 10 હેન્ડપંપમાંથી નવ હેન્ડપંપ બંધ છે. જેના કારણે હાલ 2500ની વસ્તી વચ્ચે 1 હેન્ડપંપ પર પાણી ભરવા ભારે લાઇનોમાં ઊભુ રહેવું પડે છે અને માંડ 2 ડોલ પાણી મળે છે અને મહિલાઓ બે કિલોમીટર દૂર જઈને પાણી ભરવા જવું પડે છે.

આ સમસ્યા દિવસે ને દિવસે વિકટ બનતી જાય છે અને પાણી મેળવવા માટે રઝળપાટ કરવી પડે છે.કપડવંજના પૂર્વ ગાળાના વિસ્તારના લોકો માટે સિંચાઈનું પાણી એક દિવા સ્વપ્ન બની ગયું છે,તંત્ર દ્વારા વહેલી તકે પૂર્વ ગાળાના અંદાજે 60 હજાર જેટલા ગ્રામજનોની આ વિકટ પાણીના પ્રશ્નનું નિરાકરણ લાવે તે જરૂરી બન્યું છે. આ વિસ્તારના લોકોનો પાણીનો અને સિંચાઇનો પ્રશ્ન છેલ્લા ૩૦ વર્ષથી પણ વધુ વર્ષોથી ભોગવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...