નવદંપતીનું મોત:વડાલી પાસે ટેન્કરની ટક્કરે કારનો કચ્ચરઘાણ

કપડવંજએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મોડાસા રોડ પર કાર અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં કાર લોચો વળી ગઇ હતી અને કારમાં સવાર દંપતીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. - Divya Bhaskar
મોડાસા રોડ પર કાર અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં કાર લોચો વળી ગઇ હતી અને કારમાં સવાર દંપતીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
  • અંબાજી દર્શન કરી પરત ફરતા સમયે અકસ્માત નડ્યો

કપડવંજ મોડાસા રોડ પર આજે બપોરે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં દંપતીનું મૃત્યુ થયું છે. અંબાજીના દર્શન કરી પરત ફરી રહેલા દંપતીની કાર સામેથી આવી રહેલ ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી. જોકે અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મુકી ફરાર થઈ ગયો છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ કપડવંજ મોડાસા રોડ પર વડાલી પાટીયા નજીક આજે બપોરે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે ટ્રકમાં ઘૂસી ગયેલ કારનો કચ્ચરઘાણ નિકળી ગયો હતો.

વિરપુરના હાંડીયા ગામના રહેવાસી ચાલક હસમુખભાઇ કનુભાઇ બારોટ ઉ.37 અને તેમના પત્નિ શ્રેષ્ઠાબેન બારોટ અંબાજી દર્શન કરવા માટે ગયા હતા. ત્યાંથી તેઓ પરત ફરી રહ્યા હતા. ત્યારે સામેથી આવી રહેલી ટ્રક નં.જીજે.15.એટી.4122 સાથે તેઓની કાર નં.જીજે.35 બી.0598 ધડકાભેર અથડાઈ હતી. ઘટનાની જાણ થતા જ કપડવંજ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. જેઓએ ગાડીમાંથી દંપતીના મૃતદેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.

કમભાગી પતિ-પત્ની મહીસાગર જિલ્લા ભાજપ મહામંત્રીના ભાઈ-ભાભી
કપડવંજ-મોડાસા રોડ પરના અકસ્માતમાં મૃત્યુ પામેલા હસમુખભાઈ બારોટ અને તેમના પત્નિ શ્રેષ્ઠાબેન બંને મહિસાગર જિલ્લા ભાજપ મહામંત્રી જયેન્દ્રભાઈ બારોટના ભાઈ અને ભાભી થતાં હોવાની વિગતો મળી છે. અકસ્માત સર્જાતા સ્થાનિક ભાજપ નેતા ગણો પણ સ્થળ પર પહોંચી ગયા હતા. ત્યારે હાંડીયા ના આ નવદંપતીનું અકાળે મોત થતા પરીવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.

નવદંપતી
નવદંપતી

મૃતક દંપતી 1 મહિના પહેલા જ લગ્નગ્રંથીથી જોડાયું
અકસ્માતમાં મૃત્યુ પામેલા દંપતીના થોડા દિવસ પહેલા જ લગ્ન થયા હોવાનું પણ જાણવા મળ્યું છે. પ્રાપ્ત થતી વિગતો મુજબ હસમુખભાઈ અને શ્રેષ્ઠાબેને 15 ઓગસ્ટે લગ્નજીવનમાં બંધાઈને નવુ જીવન શરૂ કર્યુ હતુ. ત્યારે તેમને પણ ખબર નહોતી કે તેઓ એક મહિનો પણ સાથે જીવી નહીં શકે અને અકાળે તેમનું મૃત્યુ થશે.

અન્ય સમાચારો પણ છે...