તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:કપડવંજમાં પાલિકાની સામાન્ય સભામાં 57 કામો મંજૂર કરાયા

કપડવંજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કુલ 28 સભ્યોમાંથી 26 સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા

કપડવંજ નગર સેવાસદનની બોર્ડ મીટીંગ નગરપાલિકા સભાખંડમાં નગર પ્રથમ મોનિકાબેન પટેલના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં વિક્રમજનક 45 નિયમિત અને 12 વધારાના કામ મળી કુલ્લે 57 કામો એજન્ડા ઉપર મુકવામાં આવ્યા હતા આ મિટિંગમાં કુલ્લે 28 સભ્યોમાંથી 26 સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા.

કપડવંજ નગર પાલિકામાંથી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં તબદીલ થયેલ કર્મચારીઓને સરકાર દ્વારા સાતમા પગાર પંચ પ્રમાણે પગાર ચૂકવવામાં આવે તો નગરપાલિકાને કોઇપણ જાતનો વાંધો નથી તે અંગેનો ઠરાવ કરવામાં આવ્યો હતો નગરપાલિકામાં કરવામાં આવેલી કરાર આધારીત નિમણૂકો ને પૂર્ણ સમયના પગાર સાથે તબદીલ કરવામાં આવી હતી અને નવી ગાડી ખરીદવા અને કેટલીક નવી નિમણૂક કરવા પણ ઠરાવવામાં આવ્યું હતું.

કપડવંજમાં પડી રહેલી પાણીની તકલીફ નિવારવા વેણપુરા પંપીંગ સ્ટેશન માં 175 હોર્સ પાવર નો નવા પમ્પ સેટ પેનલ આ માટે ખરીદી કરવા પણ ઠરાવવામાં આવ્યું હતું 14માં તથા 15માં નાણાપંચની જુદા જુદા વર્ષોની ગ્રાન્ટ ના કામો મંજૂર કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...