તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોનાનો કહેર:કપડવંજ ST સ્ટાફના 39 કર્મીઓ કોરોના સંક્રમિત, હાલ 72માંથી માત્ર 45 શિડયુલ કાર્યરત

કપડવંજ13 દિવસ પહેલા
 • કૉપી લિંક

કપડવંજ પંથકમાં કોરોનાનું સંક્રમણ વધતા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે.તેમાં કપડવંજ એસ.ટી.ડેપોના કર્મચારીઓ પણ બાકાત રહ્યા નથી.કપડવંજ એસ.ટી.ડેપોના એ.ટી.આઈ કિરીટભાઈ પટેલના જણાવ્યા મુજબ કપડવંજ એસટી ડેપોમાં 147 ડ્રાઇવર, 121 કંડકટર ઉપરાંત વર્કશોપ ખાતે મિકેનિકલ સ્ટાફનું મહેકમ છે.

જેમાંથી એક સપ્તાહ પહેલા ડેપો મેનેજર સહિત અંદાજે 26 જેટલા ડ્રાઇવર કંડકટર અને મિકેનિકલ સ્ટાફ કોરોના સંક્રમિત થયા છે અને તે પછી આજદિન સુધી 5-ડ્રાઇવર તથા 8-કંડકટર મળી કુલ - 39નો સમાવેશ થાય છે.તદુપરાંત એસ.ટી.ના બે કર્મચારીઓના પણ કોરોનાને કારણે મોત નિપજયા હતા.જેમાં એટીઆઇ તથા ટ્રાફિક કન્ટ્રોલરનો સમાવેશ થાય છે.હાલ કપડવંજ એસટી ડેપોમાંથી 72 સિડ્યુલ છે જેમાંથી 45 શિડયુલ હાલના સમયે કાર્યરત છે અને કપડવંજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રૂટો બંધ કરી દેવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો