તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુર્ઘટના:કપડવંજના અંતિસર ગામે બકરા ચરાવવા ગયેલા 3 કિશોરના તળાવમાં ડુબવાથી મોત

કપડવંજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગરમી લાગતાં બપોરના સમયે ત્રણેય કિશોર નહાવા ગયા અને ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા

કપડવંજ તાલુકાના અંતિસર ગામે તળાવ કિનારે બકરા ચરાવવા ગયેલા 3 કિશોરના બપોરના સમયે તળાવમાં નહાવા જતાં ડુબી જવાથી મોત થયા છે. અંતિસર ગામના રાવળવાસના 2 અને ઠાકોર વાસમાં રહેતો 1 કિશોર આજે બપોરના સમયે બકરા ચરાવવા માટે ગામના સીમાડે આવેલ તળાવ પાસે ગયા હતા. તળાવની આસપાસ બકરા ઘાસચારો ચરી રહ્યા હતા, દરમ્યાન ગરમી વધારો હોવાથી કિશોરોએ તળાવમાં નહાવા ઉતર્યા હતા.

જોકે ત્રણેય બાળકો તળાવમાં વધારે અંદર ઉતરતા તેઓ ઉંડા પાણીમાં ઉતરી ગયા હતા. જેના કારણે ડુબી જતા ત્રણેના મૃત્યું થયા હતા. તળાવમાં કોઇ ડુબ્યું હોવાની જાણ થતા આસ પાસમાંથી લોકો દોડી આવ્યા હતા. પરંતુ જ્યા સુધી કિશોરોને બહાર કાઢવામાં આવે ત્યા સુધી ઘણું મોડુ થઇ ગયું હતું. મરનાર સમીર લાલજીભાઈનો એકનો એક દીકરો હતો. ત્રણેયના મોત એક સાથે થતાં આખા ગામમાં શોક મગ્ન વાતાવરણ છવાી જવા પામ્યું હતું. મહત્વની વાત છેકે સમગ્ર ઘટના બાબતે કપડવંજ ગ્રામ્ય પોલીસને મોડી સાંજ સુધી કોઇ જાણ થઇ નહતી.

ત્રણેયની એક સાથે અંતિમયાત્રા નીકળી
અંતિરસર ગામે બનેલી ઘટનાને પગલે સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. એક જ વિસ્તારમાં રહેતા ત્રણ કિશોરોના એક સાથે મૃત્યુ થતા પરિવારના આક્રંદ થી સમગ્ર વિસ્તાર માં દુ:ખની લાગણી પ્રસરી ગઇ હતી. ત્રણે કિશોરોની અંતિમ યાત્રા એક સાથે નિકળી હતી. જે દ્રસ્યો જોઇ પથ્થર દિલનો માણસ પણ પીગળી જાય તેવી દ્રશ્યો સર્જાયા હતા.

અન્ય સમાચારો પણ છે...