તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:અંતીસર પાસે ટેન્કર પલ્ટી જતા 2.86 લાખનું કેમીકલ ઢોળાઈ ગયુ

કપડવંજ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાઇડ આપવા ટેન્કરને બાજુ પર લેવા જતાં ખાડામાં ઉતરી પડી
  • 13.87 લાખના કેમીકલમાંથી 2.86 લાખનું કેમીકલ ઢોળાઈ ગયુ

અંતીસર નજીક ખાનગી કંપનીની ટેન્કર પલ્ટી ખાઈ જતા તેમાંથી 2 લાખથી વધુનું કેમીકલ રોડ પર ઢોળાઈ ગયુ છે. હરીયાણાના પાણીપતથી રીન્કુસીંગ ચૌહાણ મોનો ઈથાઈલ ગ્લાઈકો નામનું કેમીકલ ભરેલું ટેન્કર નં. જી.જે.06, એ.જે. 9221 લઈ આવી રહ્યા હતા. આ દરમિયાન કપડવંજના પાંખીયાથી કાપડી વાવ રોડ પર અતીંસર ગામની સીમમાં પસાર થતા હતા.

તે દરમિયાન ટર્નિંગ આવતા પાછળથી આવતી ટ્રક ટેન્કરને ઓવરટેક કરી રહી હતી. જેથી રીન્કુસીંગ ચૌહાણે ટેન્કરને રોડની સાઈડમાં દબાવતા ટાયર રેતીમાં દબાઈ ગયુ હતુ. જેથી ડ્રાઈવરે કન્ટ્રોલ ગુમાવી દેતા ટેન્કર પલ્ટી ખાઈ ગયુ હતુ. પરીણામે ટેન્કરમાં ભરેલા 13.87 લાખના 24.603કિલો કેમીકલમાંથી 2.86 લાખનું 6 ટન કેમીકલ ઢોળાઈ ગયુ હતુ. આ અંગે કંપનીના મેનેજર જાવેદભાઈ નકુમે કપડવંજ ગ્રામ્ય પોલીસ મથકે ફરીયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...