તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કપડવંજના ઝડપી વિકાસ માટે નડિયાદ - કપડવંજ - મોડાસા રેલવે લાઇનના શામળાજી સુધી લંબાવવાની માંગ કપડવંજ વિકાસ પરિષદ અને મોડાસા વિકાસ પરિષદ દ્વારા કરવામાં આવી હતી. જેમાં 22.53નો કટકો નાખવાથી રાજસ્થાન સાથે સીધું જોડાણ મળી શકે તેમ છે.
શામળાજી મોડાસા ગેજ પરિવર્તન માટે રૂ.240 કરોડની જોગવાઈ કરાઈ છે. શામળાજી મોડાસા બ્રોડગેજનું આગામી 2022 ના અંત સુધીમાં કામ પૂર્ણ કરવાનું લક્ષ્યાંક અપાયું છે અને ટૂંક સમયમાં ટેન્ડરીગ પણ થશે. શામળાજી મોડાસા 22.53 કિલોમીટર રેલ્વે ટ્રેકના ગેજ પરિવર્તન માટે 240 કરોડની 2021-22 ના બજેટમાં જોગવાઇ કરાઇ છે. નડિયાદ કપડવંજ મોડાસા રેલવે લાઇન ને માત્ર 22.53 કિલો મીટર જોડવા માટે કપડવંજ વિકાસ પરિષદના દિનેશભાઈ શાહ, અભય ભાઈ શાહ અને મોડાસા વિકાસ પરિષદના કેતનભાઇ શાહ વિગેરેએ ઘણા લાંબા સમયથી સંબંધિત તંત્ર અને તેના અધિકારીઓ સાથે બેઠક કરી રજૂઆતો કરી હતી. આ રેલવે ટ્રેકના પગલે નડિયાદ કપડવંજ મોડાસા રેલવે લાઇન માટે નવી દિશા ખુલી છે.
કપડવંજથી મુંબઇની સીધી રેલવે સેવા મળશે
હાલ બોક્સાઇડની ગાડીઓ ગોધરા મધ્યપ્રદેશથી રાજસ્થાન જાય છે. આ નવા ટ્રેકથી સમય અને પૈસાનો બચાવ સાથે રેલવેની આવક પણ વધશે. આ ટ્રેક ગુડની આવક પણ સારી એવી થાય તેમ છે. કપડવજથી મુંબઇની સીધી રેલસેવા શરૂ થાય તો કપડવંજની વિવિધ જ્ઞાતિના બ્રાહ્મણો, દાઉદી વોરા, જૈન સમાજ તેમજ વણીક સમાજના સંખ્યાબંધ લોકોને મુંબઈનો સીધો લાભ મળે તેમ છે. રેલવે ટ્રેક નાખીને દિલ્હી સુધી નાખી વર્તમાન મોડાસા સુધીની રેલવેને દિલ્હી સુધી લંબાવવામાં આવે તો વૈકલ્પિક મુંબઈ દિલ્હી નો માર્ગ શરૂ થઈ શકે તેમ છે. હાલ મુંબઇ - અમદાવાદ વાયા દિલ્હી તેમજ મુંબઈ વાયા રતલામ થઈને દિલ્હી જાય છે આ બન્ને રુટ 50 કિલોમીટર ઓછો છે સમયનો પણ બચાવ થઈ શકે તેમ છે.> અશ્વિનભાઈ મોહનભાઈ પટેલ (સાગર), વેપારી, કપડવંજ.
મુંબઇથી દિલ્હી માટે ત્રીજો ટ્રેક બનશે
નડિયાદથી કપડવંજ મોડાસા રેલવે અંગે તેમજ મોડાસા-શામળાજી ટ્રેક જોઈન્ટ કરવા માટે મુંબઈ ખાતે વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજર આલોક ભાઈ બંસલ સાથેની ચર્ચામાં નડિયાદ મોડાસાના 106 કિલોમીટરના અંતરમાં કુલ 87 ફાટકો છે .તેની સંખ્યામાં ઘટાડો કરવામાં આવે તો આ ટ્રેકનો હેતુ સર થાય તેમ છે તથા મોડાસા-શામળાજી માટે 22.53 કિલોમીટર ટ્રેક તાકીદ કરવામાં આવે તો સેન્ટ્રલ ગવર્મેન્ટને દિલ્હી માટે ત્રીજો રૂટ પ્રાપ્ત થઈ શકે તેમ છે. જેમાં 53 કિલોમીટરનું અંતર અન્ય ટ્રેક કરતા ઓછું છે. આ ટ્રેક શરૂ થાય તો નવી રોજગારીની તકો સાથે વિકાસની પણ ઉજવળ તકો છે. > દિનેશભાઈ શાહ, તાલુકા વિકાસ સમિતિ, કપડવંજ.
પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.