ફરિયાદ:કપડવંજમાં જાતિવાચક શબ્દ બોલનારા 2 વિરુદ્ધ એટ્રોસીટી

કપડવંજ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દલિત યુવકે ચોરી કરતા અટકાવ્યા હતા

કપડવંજના વડાલીના વણકરવાસમાં રહેતા 31 વર્ષિય શૈલેષભાઈ વણકરનું સીમ વિસ્તારમાં ભાઠોડીવાળા તરીકે ઓળખાતુ ખેતર આવ્યુ છે. આ ખેતરમાં તેમણે ઢોર-ઢાંખર માટે જુવારનો પાક કર્યો હતો. જુવાર કાપ્યા બાદ ત્યાં પુ‌ળા ગોઠવી રાખ્યા હતા. શૈલેષભાઈ ખેતરથી દૂર રહેતા હોય, પોતાના ખેતરમાં આવન-જાવન ચાલુ રાખતા હતા. જેમાં તેમને પુળા ઓછા થયાનું જણાતુ હતુ.

24 ડિસેમ્બરે તેઓ પોતાના ભાઈ સાથે ખેતરમાં આંટો મારવા ગયા હતા. જ્યાં બાપુજીના મુવાડામાં વડાલી ગામના નીકાભાઈ પરમાર અને સુરેશભાઈ પરમાર તેમના ખેતરમાંથી પુળાની ચોરી કરી જવાની તૈયારીમાં હતા. જેથી શૈલેષ અને તેમના ભાઈએ પૂછ્યા વગર પુળા કેમ લઈ જાવ છો, તેમ કહેતા ચોરી કરનારા ઈસમો ઉશ્કેરાઈ ગયા હતા અને ગમે તેમ ગાળો બોલી જાતિવાચક શબ્દો બોલ્યા હતા. આ અંગે શૈલેષભાઈએ ઉપરોક્ત બંને ઈસમો વિરુદ્ધ કપડવંજ ગ્રામ્ય પોલીસ મથકે એટ્રોસીટીની ફરીયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...