ભાસ્કર વિશેષ:તૈયબપુરામાં પ્રસુતા બાળકનો જીવ 108 એ બચાવ્યો

કપડવંજ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલાને અતિશય પ્રસુતાની પીડા ઉપડી હોય, ઘરે જ પ્રસુતિ થઈ હતી

ખેડા જિલ્લામાં 108ની કામગીરીને કારણે ઘણી એવી માતાઓ અને બાળકોના જીવ બચી રહ્યા છે, જેઓને અતિશય દુખાવા બાદ ઘરમાં જ કે પછી હોસ્પિટલ પહોંચતા પહેલાં રસ્તામાં જ પ્રસુતિ થઈ જાય છે. આવી જ વધુ એક ઘટના કપડવંજ ના તૈયબપુરા ગામે જોવા મળી. અહી એક મહિલાને પ્રસુતિ ની પીડા ઉપડી હતી, પરંતુ 108ની ટીમ સ્થળ પર પહોંચે તે પહેલા જ મહિલાએ બાળકને જન્મ આપી દીધો હતો. પરંતુ બાળક ગર્ભનાળ સાથે રડતું હોય, તેને નાળથી જુદુ કરવુ જરૂરી હતુ, નહી તો બાળક અને માતાના જીવને જોખમ હતુ. સમયસર સ્થળ પર પહોંચેલા 108 ના સ્ટાફ દ્વારા સમય સૂચકતાથી બંનેના જીવ બચાવી લીધા હતા.

કપડવંજ તાલુકાના તૈયબપુરા ગામમાં રાજુબેન ને પ્રસૂતિ નો દુખાવો ઉપાડતા આંગણવાડી વર્કર મધુબેને સવારે 12:03 વાગે 108 માં કોલ કર્યો હતો. જે કોલ કપડવંજની 108 ની ટીમ ને મળતા સાથે જ ત્યાં નાં ઈએમટી દિલીપભાઈ અને પાયલોટ ઈમ્તિયાઝ ભાઈ તરત જ ઘટના સ્થળે જવા રવાના થઈ ગયા હતા. ઘરે પહોંચી ને જોયું તો રાજુ બહેન ને અતિશય દુખાવો થતાં ઘરમાં જ ત્યાં પ્રસુતિ થઈ ગઈ હતી. પરંતુ બાળક ગર્ભનાળ સાથે રડતું હતું તેથી ઇએમટી દિલીપભાઈ એ બાળક ને ગર્ભનાળ ને ક્લેમ્પ કરી બાળકને દુર કર્યું હતું. અને સ્થળ પર જ ઈએમટી દિલીપભાઈ, ડોક્ટર.જીતેન્દ્ર ની સલાહ મુજબ બાળકને અને રજુબેન ને સારવાર આપી વધુ સારવાર અર્થે નજીક ના આરોગ્ય કેન્દ્ર કપડવંજમાં દાખલ કર્યા હતા. અત્યારે માતા અને બાળક ની તબિયત સારી છે.

અન્ય સમાચારો પણ છે...