તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ડાકોરથી સેવાલિયા સુધીનો રોડ પહોળો કરવામાં વેઠ ઉતારતા ગ્રામજનો નારાજ

સેવાલિયા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડાકોરથી સેવાલિયાનોરોડ - Divya Bhaskar
ડાકોરથી સેવાલિયાનોરોડ
  • રોડ ઉપરથી પસાર થતાં વાહનચાલકોને અકસ્માત થવાનો સતાવતો ભય

ગળતેશ્વર તાલુકાના ડાકોરથી સેવાલીયા સુધી રોડ પહોળો અને ડિવાઇડરવાળો કરવાની કામગીરી ચાલી રહી છે. ડાકોરથી સેવાલીયા તરફ નવો બનાવવામાં આવતો રોડ આગળ બનતો જાય છે અને પાછળ મોટા ખાડાઓની વણઝાર થતી જાય છે. રસ્તો પહોળો કરવાની સાથે સાઇડનું સોલ્ડરની કામગીરી કરવામાં આવતી નથી. તેથી પહોળા કરવામાં આવતાં રસ્તા પર છાસવારે વાહન અકસ્માત સર્જાવાનો ભય રહેલો છે. સરકાર કરોડો રૂપિયાના ખર્ચે રોડ બનાવાય છે, પરંતુ આ રસ્તાકામમાં હલકી ગુણવત્તાનો માલસામાન વાપરવામાં આવતો હોવાનો અને કામગીરીને અધૂરી છોડ મુકવામાં આવતી હોવાનો આક્ષેપ લોકોએ કર્યો હતો. અહીં શહેરમાં ઠાસરા જે.એમ.દેસાઈ સ્કૂલ આવેલ છે જેની બાજુમાં જૂનો સર્વિસ રોડ આવેલ છે. તો રોડની કામગીરીમાં આ સર્વિસ રોડ ચાલુ રાખવામાં નહીં આવે તો સ્કૂલથી આવતા બાળકો અકસ્માતનો ભોગ બનવાની ભીતિ સેવાઇ રહી છે. જેથી ક્રિષ્ના ટાઉનશિપથી જે.એમ.દેસાઈ સ્કૂલ ઠાસરા સુધી સર્વિસ રોડ કરવાની લોકમાગણી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...