ભાસ્કર વિશેષ:108ની ટીમે એમ્બ્યુલન્સમાં જ મહિલાની પ્રસૂતિ કરાવી

સેવાલિયા16 દિવસ પહેલા
  • કૉપી લિંક
108 ટીમે એમ્બ્યુલન્સમાં મહિલાની પ્રસૂતિ કરાવી જીવ બચાવ્યો. - Divya Bhaskar
108 ટીમે એમ્બ્યુલન્સમાં મહિલાની પ્રસૂતિ કરાવી જીવ બચાવ્યો.
  • ગળતેશ્વર ગામની ઘટનામાં માતા અને શિશુ બંનેની હાલત હાલ સ્થિર

ગળતેશ્વરના ગામમાં પ્રસવ પીડાથી તડપતી મહિલાનો જીવ બચાવીને 108 ટીમે સહારનીય કામગીરી છે. ગઈકાલ મોડી રાત્રે મહિલાને પ્રસૂતિ પીડા ઉપડતા પરિવારે 108ની મદદ માગી હતી. ત્યારે 108 ટીમ સમસયર સ્થળે પહોંચીને મહિલાને લઈને હૉસ્પિટલ જવા નીકળી હતી. પરંતુ મહિલાને અસહ્ય પીડા થઈ રહી હતી. પરંતુ નજીકની હૉસ્પિટલ પણ બંધ હોવાથી 108 ટીમે જાતે જ મહિલાની પ્રસૂતિ કરાવવાનો નિર્ણય લીધો હતો.

મળતી માહિતીનુસાર, માલવણ ગામમાં રહેતા કાજલબેન સોલંકીને પૂરા મહિના જતાં હતા. ગતરોજ મોડી રાત્રે તેમને અચાનક પ્રસૂતિ પીડા ઉપડી હતી. જેથી પરિવારે 108માં ફોન કર્યો હતો. ત્યારે 108 એમ્બ્યુલન્સ સમયસર ગામમાં પહોંચી ગઈ હતી અને મહિલાને ડાકોર રેફરલ હૉસ્પિટલમાં લઈ જવા નીકળી હતી. પરંતુ મહિલાને રસ્તામાં જ અસહ્ય પીડા થવા લાગી હતી. જેથી તેણીને નજીકના CHC સેન્ટરમાં લઈ ગયા હતા. ત્યાં ફાયર સેફ્ટીના અભાવે હૉસ્પિટલ સીલ કરી દીધી હોવાનું જાણવા મળ્યું હતું. તો બીજી તરફ મહિલાની સ્થિતિ ડાકોર લઈ જવાય તેવી નહોતી.

જેથી 108 ટીમ પાસે બીજો વિકલ્પ ન રહેતા EMT હરીશભાઈ અને પાયલોટ જીગ્નેશભાઈએ એમ્બ્યુલન્સમાં જ મહિલાની પ્રસૂતિ કરાવવાનો નિર્ણય લીધો અને બંનેએ મહિલાની સલામત પ્રસૂતિ કરાવી હતી. ત્યારબાદ માતા-બાળકને ડાકોર CHCમાં લઈ જઈને તેમનું મેડીકલ ચેકઅપ કરાવ્યું હતું. હાલ, માતા અને બાળક બંને સુરક્ષિત અને તંદુરસ્ત છે. જેથી કાજલબેન સોલંકીના પરિવારે 108નો આભાર વ્યક્ત કર્યો છે.

નજીકમા હૉસ્પિ. ન હોવાથી પ્રસૂતિ એમ્બ્યુલન્સમાં કરાવી
ગઈકાલે અમને નવી માલવણ ગામેથી ફોન આવ્યો હતો. મહિલાને પ્રસવ પીડા ઉપડતાં તેને ડાકોર રેફરલ હૉસ્પિટલમાં લઈ જવા કહ્યું હતું. પરંતુ રસ્તામાં જ મહિલાને વધુ પીડા થવા લાગી. જેથી અમે મહિલાને નજીકની ઠાસરા CHC લઈ ગયા હતા. પણ તે હૉસ્પિટલ સીલ હતી. જેથી અમારી ટીમે મહિલાની પ્રસૂતિ એમ્બ્યુલન્સમાં કરાવી હતી. હાલ, મા અને બાળક બંને સુરક્ષિત છે. > હરીશભાઈ,EMT 108

અન્ય સમાચારો પણ છે...