તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:ડભાલી ગ્રામ પંચાયતના બાવળ સહિતના ઉભા ઝાડો પરવાનગી વગર કાપી નાખ્યા

સેવાલીયા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામજનોએ ટ્રેકટર પકડી ગ્રામ પંચાયત કચેરી ખાતે મૂકી દેવામાં આવ્યું

ગળતેશ્વર તાલુકાના ડભાલી ગ્રામ પંચાયત દ્વારા મંજૂરી વગર જ સરકારી બાવળના વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. અને જાગૃત ગ્રામજનોએ સરપંચ અને તલાટીની મિલીભગતથી પંચાયતની માલીકીના વૃક્ષોને ગેર કાયદેસર કપાતાં રોષ ફાટી નીકળ્યો છે. ગ્રામજનો દ્વારા કપાયેલા ઝાડો ભરેલું ટ્રેક્ટર પકડી ડભાલી ગ્રામ પંચાયત કચેરી ખાતે મૂકી દેવામાં આવ્યું છે.

કેટલાક જાગૃત ગ્રામજનો હાલ કાપેલા વૃક્ષોના લાકડાનું ટ્રેકટર સાચવી રહ્યા છે આ ઘટનામાં તલાટી જગ્યા પર પહોંચી પંચકેસ કરી તપાસ કર્યા બાદ સમગ્ર મામલો સેવાલીયા પોલીસ મથકે પહોચ્યો છે. પોલીસે ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

મેં ઝાડ કાપ્યા જ નથી, પરમિશન પણ નથી આપી
મેં કોઈ ઝાડ કપાવ્યા નથી અને તે માટે પરમિશન પણ નથી આપી મને આ બાબતે કોઈ ખબર નથી ને હું બહાર હતો કહીને પોતાનો બચાવ કરી તલાટીને તપાસ કરી ઉપરના અધિકારીને જાણ કરવા કહ્યું છે. > મહંમદખાન પઠાણ, ડભાલી સરપંચ

અન્ય સમાચારો પણ છે...