તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તસ્કરી:ગળતેશ્વરમાં બે મંદિરોના તાળા તૂટ્યાં, મહીઈટાંડી ગામ નજીક મંદિરમાંથી મૂર્તિ, દાનપેટી સહિત પૂજાનો સામાન ચોરાયો

સેવાલિયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ગળતેશ્વરમાં મહીઈટાંડી ગામ નજીક વાડીનાથ ગામ બહાર પાસપાસે આવેલા બે મંદિરોમાં ચોરી થતાં ચકચાર મચી છે. આ અંગે પૂજાપાઠ કરતાં જમનાદાસ સાધુએ જણાવ્યું છે કે, મંદિરનો વહીવટ ગામના ચન્દ્રકાન્ત પરમાર કરે છે. 26 ઓગસ્ટે બંને મંદિરો સવારના 5 વાગ્યે આરતી કરી દિવસે ખુલ્લાં રાખ્યાં હતા. ત્યારબાદ રાત્રે 10 વાગ્યે મંદિરના દરવાજા બંધ કરી તાળું મારી જમનાદાસ સાધુ પોતાના ઘરે ગયા હતા. બીજા દિવસે વહેલી સવારે 5 વાગ્યે બંને મંદિરે પહોંચ્યાં હતા.

અંદર જઈ તપાસ કરતાં માતાના ગળામાં પહેરાવેલો ચાંદીનો હાર, ચાંદીના નાના-મોટા છત્ર જોવા મળ્યાં નહોતા.જમનાદાસે બાજુના બિલેશ્વર મહાદેવના મંદિરમાં તપાસ કરતાં ત્યાં પણ દરવાજાનું તાળું તૂટેલું હતું. અંદર જઈ જોતાં અનેક વસ્તુઓ જોવા મળી નહોતી. જેથી તેમણે વહીવટી કરતા ચન્દ્રકાન્ત પરમાર અને અન્ય લોકોને બોલાવ્યાં હતા. આ તમામ ઘટનાક્રમમાં કુલ 64,380 રૂપિયાનો મુદ્દામાલ ચોરી થયો હોવાનું જણાતા તેમને સેવાલિયા પોલીસ મથકે અજાણ્યા ઈસમ સામે ફરિયાદ નોંધાવી છે.

મંદિરમાંથી ચોરી થયેલી સામગ્રી
મોટું ચાંદીનું છત્ર- 28,350 રૂપિયા, પંચધાતુના ચાંદી જેવા 6 છત્ર - 480 રૂપિયા, માતાજીનો ચાંદીનો હાર - 12,600 રૂપિયા, ચાંદીના બે નંગ કંદોરા - 9,450 રૂપિયા, દાનપેટી - 8,500 રૂપિયા (અંદાજિત), પંચધાતુની ચાંદી જેવી મૂર્તિ - 1000 રૂપિયા, તાંબાની ગળતી - 1200 રૂપિયા, પિત્તળની પંચ આરતી - 300 રૂપિયા, દાનપેટી -2500 રૂપિયા

ખેતરમાંથી તૂટેલી હાલતમાં દાનપેટી મળી
ચોરીની આ ઘટનામાં મંદિરની બાજુમાં આવેલા શાંતિભાઈ પટેલના કપાસ વાવેલા ખેતરમાં એક દાનપેટી તૂટેલી હાલતમાં મળી આવી છે. મંદિર સંચાલકો દ્વારા આસપાસ તપાસ કરતાં ચોર ઈસમો કે અન્ય મુદ્દામાલ મળ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...