તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગણી:ગળતેશ્વર તાલુકામાં ઓછા આવાસ ફળવાતા ભારે રોષ

સેવાલીયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સરપંચોને આવાસ મુદ્દે પાછી ફાળવણીની સત્તા આપવા માંગ

ગળતેશ્વર તાલુકાના સરપંચોએ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ફળવાતા આવાસ મુદ્દે આજે ગળતેશ્વર TDO કરણ પ્રજાપતિને આવેદનપત્ર આપ્યું હતું. આવાસ મુદ્દે દરેક ગામમાં આવાસ ફાળવણીમાં અન્યાય થાય છે 2017 બાદ આજદિન સુધી 2021માં 4 વર્ષ બાદ આવાસની ફાળવણી કરી છે. પરંતુ તેમાં સરકાર દ્વારા ગેરરીતિ કરવામાં આવતી હોવાનું સરપંચોએ જણાવ્યું હતું.

એક બાજુ સરકાર 2022માં તમામને ઘર આપવાના દાવા કરી મુક્ત છે ત્યારે હવે સરકાર પોતે ખરેખર જરૂરિયાતમંદ આવાસ આપવા માટે આયોજનનો અભાવ જોવા મળ્યો છે જે ગ્રામ પંચાયતમાં હાલ 50 થી 75 આવાસની જરૂર છે ત્યાં માત્ર 1, 2, 3 આવાસ ફાળવવામાં આવ્યા છે અને નાની ગ્રામ પંચાયતોને 17 થી 21 આવાસ ફાળવણી કરવામાં આવે છે જેને લઈ ગ્રામજનો સરપંચ ઉપર ફાળવણી મુદ્દે આક્ષેપો કરી રહ્યા છે.

ત્યારે સરપંચોને પોતાના ગામમાં વિધવા ઘર વિહોણા વિશે માહિતી હોય છે ત્યારે આ આવાસ મુદ્દે સરપંચોને ફાળવણી કરવાની સત્તા આપવામાં આવે તેવી માંગ છે. સરપંચો સરકારની પ્રણાલી અને ગેર વાજબી રીતે ફાળવેલ આવાસો તેમને મંજુર નથી જો સરકાર ટુક સમયમાં આ વિશે સરપંચોની માંગ નહીં સંતોષે તો આગામી દિવસોમાં સરકાર અને તંત્ર સામે વિરોધ પ્રદર્શ કરવાની ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...