રોગચાળાની ભિતી:ગળતેશ્વરના ડભાલી ગામના કુવામાંથી ગંદુ પાણી આવતા ગ્રામજનોમાં આક્રોશ

સેવાલીયા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ઘર વપરાશના ઉપયોગમાં લેવાતું પાણી દુષિત આવતા રોગચાળાની ભિતી

ગળતેશ્વરના ડભાલી ગામે કુવામાંથી માટી વાળુ પાણી આવી રહ્યું હોઈ ગ્રામજનોને પાણી માટે મુસ્કેલી ઉભી થઈ છે. ગ્રામજનોની ફિરયાદ છેકે થોડા સમય અગાઉ જ બનેલ કુવામાંથી આવુ ગંદુ પાણી આવતા ગામમાં પાણી જન્ય રોગચાળો ફેલાઈ શકે છે.

ગળતેશ્વર તાલુકામાં આવેલ ડભાલી ગામની લગભગ ૩૫૦૦ જેટલી વસ્તી છે. જે લોકોને પીવા માટે કુવામાંથી આખા ગામને પાણી આપવામાં આવે છે. પરંતુ આ કુવાનું પાણી છેલ્લા બે મહિનાથી માટી વાળું ગંદુ આવી રહ્યું છે. જેને લઈ ગ્રામજનોને નાહવા,પીવા, વપરાશ માટે માટીવાળું ગંદુ પાણી આવતા રોગો ફેલાઈ તેવી ભીતિ સેવી રહ્યા છે. ગ્રામજનો પોતાના ઘરે માટીવાળું ગંદુ પાણી આવતા હેરાન થઈ ગયા છે. ગ્રામજનોની માંગ છે કે સત્વરે આ પાણીનો સમસ્યાનો નિકાલ આવે અને સાફ પાણી મળે. આ પાણીની સમસ્યા માટે સરપંચ-તલાટીને અનેક વાર રજુઆતો કરવામાં આવી હોવા છતા કોઈ જવાબ આપવા માટે તૈયાર નથી.

બીજા કુવામાંથી પાણી આપવામાં આવશે
હાલમાં જે ડહોળું પાણી આવે છે તે કેવી રીતે આવે છે તેની તપાસ કરવાની છે. પાણી માટે બીજા કુવામાંથી મોટર લાવી દેવામાં આવી છે. કનેક્શન માટે જીઈબીમાં અરજી કરી છે. જીઇબી દ્વારા કનેક્શન કરવામાં આવે એટલે પાણી શરૂ કરી દેવાશે. બાદમાં ગ્રામજનોને ચોખ્ખું પાણી મળી રહેશે.- મીનાક્ષીબેન રાવલ, ડભાલી તલાટી

અન્ય સમાચારો પણ છે...