તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અતૂટ શ્રદ્ધા:12મી સદીમાં પૌરાણિક ગળતેશ્વર મહાદેવ મંદિર, અમદાવાદ, વડોદરા જેવા નજીકના શહેરોમાંથી મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઉમટે છે

સેવાલીયા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
મહી નદીના સંગમ સ્થાને આવેલ શિવજીનું મંદિર. - Divya Bhaskar
મહી નદીના સંગમ સ્થાને આવેલ શિવજીનું મંદિર.

ગળતેશ્વર તાલુકાની સરહદે મહી સાગરના કિનારે હજારો વર્ષ પુરાણુ ગળતેશ્વર શિવાલય આવેલું છે. ભોલેનાથ માં અતૂટ શ્રદ્ધા રાખનાર શ્રધ્ધાળુઓ વર્ષ દરમિયાન અનેક વખત દર્શને આવતા હોય છે. ગળતેશ્વર મહાદેવ મંદિર ના સ્વર્ગીય મહંત નિર્મળદાસ મહારાજના મુખે સાંભળેલ લોકવાયકા પ્રમાણે ગળતેશ્વર શિવાલયના ગુંબજ ને વર્ષો પહેલાં મહંમદ બેગડાએ ખંડિત કર્યુ હતું. આ શિવાલય આઠ હજાર વર્ષ પુરાણું છે. ગાલવ મુનિ ના વખતના શિવાલય ઉપર કોતરાયેલી કલાકૃતિઓ શ્રદ્ધાળુઓના આકર્ષણનું કેન્દ્ર બને છે.

૧૨મી સદીનું આ મંદિર તેની વિશિષ્ટ શૈલી માટે જાણીતું છે, જે મધ્ય ભારતની માળવા શૈલીમાં પરમાર સ્થાપત્યની અસર વગર અને ચૌલુક્ય (સોલંકી) સ્થાપત્યની અસર હેઠળ બંધાયેલું છે. ગળતેશ્વર મહાદેવ મંદિર મહી અને ગળતી નદી ના સંગમ સ્થાન ઉપર હોવાને કારણે આકર્ષણનું કેન્દ્ર છે. અને અહીંયા આવનાર દરેક યાંત્રિક સ્નાન કર્યા બાદ ગળતેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવે છે.

શ્રાવણ માસના દર સોમવારે લોકમેળો ભરાય છે. સદીઓ થી શિખર વગરના આ મંદિરમાં શિખર બાંધવા માટે સંતરા મંદિરના રામદાસજી મહારાજે અથાગ પ્રયાસો કર્યા. આખરે તેઓના પ્રયાસો થકી પુરાતત્વ વિભાગની મંજૂરી મળતા તાજેતરમા જ મંદિરના શિખર નું કામ પૂર્ણ થયું છે.

અન્ય સમાચારો પણ છે...