તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:ગળતેશ્વરના અંબાવ ગામે 40 વર્ષ જૂનું દબાણ પંચાયત દ્વારા દૂર કરાયું

સેવાલીયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ગળતેશ્વરના અંબાવમાં 40 વર્ષ જૂનું દબાણ પંચાયત દ્વારા દૂર કરાયું. - Divya Bhaskar
ગળતેશ્વરના અંબાવમાં 40 વર્ષ જૂનું દબાણ પંચાયત દ્વારા દૂર કરાયું.
  • આરોગ્ય કેન્દ્ર બનાવવાનું હોવાથી કોર્ટે દબાણ દૂર કરવા માટે આદેશ આપ્યા હતા

ગળતેશ્વરના અંબાવ ગામે ગ્રામ પંચાયત દ્વારા 40 વર્ષ જૂનું પાકું દબાણ દૂર કરવામાં આવ્યું. દબાણકાર દ્વારા ગ્રામ પંચાયત ઉપર પોલીસ ફરિયાદ કરી હતી જેથી પંચાયતના સભ્યો અને ગ્રામજનોને આ ગ્રામ પંચાયતની જગ્યા ખુલ્લી કરી ત્યાં આરોગ્ય કેન્દ્ર બનાવવાની મંજૂરી મળી હતી. જેથી પંચાયત દ્વારા દબાણકારને નોટિસ આપતા તેણે કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. પરંતુ પંચાયતની જગ્યા પર પાકું દબાણ હોવાથી કોર્ટે આ દબાણ દૂર કરવા માટેના આદેશ આપ્યા હતા જે દબાણ દૂર કરવામાં આવ્યું.

અંબાવ ગામે બુધવાર સવારથી જ ગળતેશ્વર મામલતદાર, પી.એસ.આઈ અને તાલુકા વિકાસ અધિકારી પોતાના સ્ટાફ સાથે સવારે 10 કલાકે પહોંચી આ 40 વર્ષ જૂનું દબાણ હટાવવા માટે 2 જે.સી.બી મશીન, ટ્રેક્ટરોની મદદ લઇ શાંતિપૂર્ણ રીતે આ દબાણ દૂર કરવામાં આવ્યું હતું.

દબાણ કર્તાએ પંચાયતની જમીનમાં બાંધકામ કર્યું હતુંં
આ જગ્યા ઉપર આરોગ્ય કેન્દ્ર બનાવવાનું હોવાથી ગ્રામ પંચાયત દ્વારા દબાણકારને નોટિસ આપવામાં આવી હતી જેથી દબાણકાર માથા ભારે હોય અને પંચાયત વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી હતી દબાણકારને ગામમાં પોતાના 4 પાકા મકાન અને ગળથાર પણ છે પરંતુ ગ્રામપંચાયતની જગ્યામાં ગેરકાયદેસર દબાણ હતું તે તોડી પાડવામાં આવ્યું છે. > ધ્રુવલ પટેલ અંબાવ, સરપંચ

અન્ય સમાચારો પણ છે...