તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:ગળતેશ્વરના ભીમકુઇમાં ઉભરાતી ગટરની ગંદકીથી રોગચાળાની ભીતિ

સેવાલીયાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગંદુ પાણી રસ્તામાં ફરી વળતાં અવર - જવર કરવી મુશ્કેલ

ગળતેશ્વર તાલુકાના વસો(પડાલ) તાબે આવેલા ભીમકુઈ ગામમાં 800 થી વધુ લોકો રોગચાળાના ભયના ઓથાર હેઠળ જીવન ગુજારે છે ગામથી ૩ કિમિ દૂર પંચાયત આવેલી હોવાને કારણે રજૂઆત કરવાનું ટાડનાર ગ્રામજનો માટે મહામારીની નોબત સર્જાઈ છે ગામના ખેડૂતોને પોતાના ખેતરમાં જવાના રસ્તા ઉપર જ અમુક લોકો દ્વારા રસ્તા ઉપર બેફામ ગંદકી કરી નાખતા અવરજવરમાં મુશ્કેલી ઉભી થઇ છે સાથે ખેડૂતોને ખેતરે પોતાના હળ, ટ્રેકટર, બળદ તથા ચાલીને જવામાં પણ મુશ્કેલી ઉભી થાય તે પ્રકારે વ્યાપક પ્રમાણમાં ફેલાયેલી ગંદકી દૂર કરી આ રોડને સીસી રોડ બનાવી આપવામાં આવે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠી છે.

હાલમાં ગામની પાસે જ ઉભી થયેલી આ ગંદકીએ જીવન ગાળવું મુશ્કેલ બનાવી દીધું છે ગામમાં પ્રવેશતાં ની સાથે જ માથું ફાટી જાય તેવી દુર્ગંધ ફેલાઈ ચુકી છે જેને કારણે જનજીવન પ્રભાવિત થયું છે આવનાર દિવસોમાં આ ગંદકીને કારણે મહામારી ફેલાઈ શકે છે જેનું કારણ એવું છે કે ગામના અમુક તત્વો દ્વારા આ ઉભી કરાયેલી ગંદકીથી જીવલેણ મચ્છરો રાત્રીના સમયે સુર રેલાવે છે જેને કારણે સમગ્ર ગામમાં રોગ ફેલાવાની ભીતિ ઉભી થઇ છે આવનાર દિવસોમાં ગળતેશ્વર તાલુકાના વાડ દ ગામનું પુનરાવર્તનના થાય તે માટે આ ગંદકી ઉભી કરતા તત્વોને નોટિસો પાઠવી ગંદકી દૂર કરવામાં આવે તેમજ આ રસ્તાને સીસી રોડ બનાવી આપવામાં આવે તેવી માંગ ઉઠી છે સાથે ૧૬ જેટલા આગેવાનો દ્વારા આવનાર દિવસોમાં આ બાબતે યોગ્ય નિરાકરણ નહિ આવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...