તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:માયરાના મુવાડામાં નુકસાનનો સર્વે કરવા ટીમો ન આવતા ખેડૂતોએ પાક સળગાવ્યો

સેવાલીયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • તાઉતે વાવાઝોડાને લઇને ગળતેશ્વર તાલુકાના ખેડૂતોને રોવાનો વારો આવ્યો

ગળતેશ્વર તાલુકાના ગંગાના મુવાડા તાબે માયરાના મુવાળામાં ખેડૂતોના તલના પાકને ભારે નુકસાન થયું હતું. જેથી ખેડૂતોને રોવાનો વારો આવ્યો. ગુજરાત સરકાર દ્વારા તાઉતે વાવાઝોડામાં ખેડૂતોના પાકને નુકશાન થયું હોય તેનું સર્વે કરી વળતર આપવાની વાત કરવામાં આવી હતી.

જેમાં માયરાના મુવાળા ખેડૂતોના જણાવ્યા અનુસાર તેમને થયેલ તલના પાકના નુક્શાનીનું સર્વે કરવા આજદિન સુધી કોઈ અધિકારી આવ્યા નથી.આ બાબતે સરપંચને રજૂઆત કરવામાં આવી હતી. ખેડૂતોના તાઉતે વાવાઝોડામાં થયેલ તલના પાકના નુક્શાનનું સર્વે કરી વળતર મેળવી ચોમાસામાં પાક કરવા સહાય માંગતા હોઇ પણ અત્યાર સુધીમાં સર્વે માટે કોઈ અધિકારી ન આવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે.

માયરાના મુવાડા ખેડૂતોને તાઉતે વાવાઝોડામાં તલના પાકમાં ભારે નુકસાન થયું છે.જેથી ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.જેથી વહેલી તકે પાકમાં થયેલ નુકશાનનું સર્વે કરી વળતર આપવામાં આવે જેથી ચોમાસામાં બીજા પાક કરવામાં સહાયતા મળે તેવું માયરાના મુવાળાના ખેડૂતો ઈચ્છી રહ્યા છે.

સરકારની વળતર આપવાની વાત વિસરાઇ
સરકાર દ્વારા નુક્શાનીનું સર્વે કરી વળતર આપવાની વાત હતી. જેથી નુકશાન ગયેલ પાકને મૂકી રાખવામાં આવ્યો હતો. પણ આજદિન સુધી સર્વે માટે કોઈ અધિકારી ન આવતા હવે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે હજુ સુધી નુકશાન થયેલ તલના પાકને મૂકી રાખવામાં આવ્યો હતો પણ આજદિન સુધી કોઈ અધિકારી ન આવતા ખેતરમાં ચોમાસું પાક કરવાનો હોય જેથી નુકશાન થયેલ તલના પાકને સળગાવી ચોમાસુ પાક કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે. > અશ્વિનભાઈ પરમાર, ખેડૂત

અન્ય સમાચારો પણ છે...