તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માગણી:હડમતીયાની જોખમી પ્રા.શાળાને સ્થળાંતર કરવા માંગ

સેવાલીયા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ગળતેશ્વર તાલુકાના સેવાલીયાના હડમતીયાની જોખમી પ્રાથમિક શાળાને સ્થળાંતર કરવાની માંગ કરી છે. - Divya Bhaskar
ગળતેશ્વર તાલુકાના સેવાલીયાના હડમતીયાની જોખમી પ્રાથમિક શાળાને સ્થળાંતર કરવાની માંગ કરી છે.
  • યોગ્ય નિકાલ નહીં આવે તો શાળાને તાળાબંધી કરી તાલુકા કચેરીનો ઘેરાવો કરવાની ચીમકી

ગળતેશ્વર તાલુકાના રોઝવા ગ્રામ પંચાયત તાબે આવેલા પેટા ગામ હડમતીયામાં આવેલી ૧૯૪૦માં બનાવાયેલી પ્રાથમિક શાળા હાલમાં અમદાવાદ ઈન્દોર હાઈવેને શાળાનો એક ઓરડો પણ હાઈવેમાં ભળ્યો હોવાને કારણે પ્રા.શાળાના ઓરડાને અડીને વાહનોનો ધમધમાટ થઈ રહ્યો છે જેને કારણે ઓરડાની દીવાલોમાં કંપન થઈ રહ્યા છે. જે ક્યારેક છત અને દીવાલ સાથે ધરાશઈ થવાનું જોખમ જણાઈ રહ્યું છે. સાથે વાહનોના ઘોંઘાટ બાળકોના શિક્ષણમાં અડચણ ઉભી કરે છે.

રોડથી માત્ર 0 મીટરના અંતરે પ્રાથમિક શાળા અને ઓરડાની દીવાલને અડીને ચાલતા પુરપાટ વાહનો દ્વારા અનેક અકસ્માત થઈ રહ્યા છે. જ્યાં ગત તા ૦૯ ઓક્ટોબરના રોજ તો શાળાના ઓરડાની દીવાલ તોડી એક ટેમ્પો ઓરડામાં 7 ફૂટ જેટલો અંદર ઘુસી ચુક્યો હતો. જેમાં એક અન્ય જિલ્લાના બાઇક ચાલક શિક્ષકનો ભોગ પણ લેવાયો હતો. હડમતીયા પ્રાથમિક શાળામાં 165 વિદ્યાર્થીઓ સહીત 7 શિક્ષકોને છે હાલમાં અમદાવાદ ઈન્દોર હાઈવે ઉપર બેફામ અને પુરપાટ ઝડપે દોડતા વાહનોથી ખતરો હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા હતા.

જેથી આવનાર સમયમાં કોઈ વિદ્યાર્થી અથવા શિક્ષકને ભોગ ના બનાવે તે માટે હડમતીયા ગ્રામજનોએ ભેગા મળી તંત્રને માંગ કરી છે કે શાળાને બીજે જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે નઈ તો ગ્રામજનો દ્વારા બાળકોને શાળામાં ભણવા નહિ મોકલવામાં આવે, શાળાને તાળાબંધી કરવામાં આવશે અને યોગ્ય ઉકેલ નહિ આવેતો સરકારી તાલુકા કચેરીના ઘેરાવ સાથે ધરણાં કરવામાં આવશેની ચીમકી ઉચ્ચારી છે.

અન્ય સમાચારો પણ છે...