તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુશ્કેલી:સોનૈયા ગામના નાળાની જર્જરિત હાલતથી અકસ્માત થવાનો ભય

સેવાલિયા23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નાળા પરની એન્ગલો અદ્રશ્ય: R&B દ્વારા રિપેર કરવા રજૂઆત

ગળતેશ્વર તાલુકાના સોનૈયા ગામના વરસો જૂના નાળાની હાલત જાળવણીના વાંકે જર્જરિત થઇ છે. આ નાળા પરથી ગરનાળાની આજુબાજુ એન્ગલો નહીં હોવાથી આવતા જતા નાના-મોટા વાહનો નીચે ખાબકતાં ગોઝારો અકસ્માત સર્જાવાનો ભય ખડો થયો છે. અહીંનો રસ્તો સાંકડો હોવાના લીધે રાત-દિવસ સતત ટ્રાફિક રહે છે.

ચોમાસામાં ચારથી પાંચ ગામોના વરસાદી પાણીના સતત ધસમસતા પ્રવાહના કારણે ગરનાળાના નીચેના ભાગની ઈંટોનું બાંધકામ જર્જરિત થતા ગમે ત્યારે આ નાળુ ધરાશાયી થાય તો તબાહી સર્જાવાના ભયથી ગ્રામજનો ફફડી ઉઠ્યાં છે. દરમિયાન ગરનાળાનું નવીનીકરણ કરવા માટે બે ગામના સરપંચોએ હાલમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ડાકોર તરફ રસ્તો બનાવાની પ્રક્રિયા હાથ ધરી છે. જેની સાથે આ નાળાને રિપેર કરવા અંગેનો ઠરાવ ગ્રામ પંચાયતમાં પસાર કરીને માર્ગ અને મકાન બાંધકામ વિભાગને લેખિતમાં રજૂઆત કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો